|
સોમનાથ ચોપાટી ખાતે પાંચ દિવસીય અમૃતધારા સાંસ્કૃતિક મહોત્સવ સોમનાથ ના ટ્રસ્ટી જે.ડી. પરમાર દ્વારા ખુલ્લો મુકાયો
કેરળ ના પૌરાણિક વાદ્ય ચેન્ડામેલમ ના વાદન સાથે કાર્યક્રમ ની શુભારંભ કરાયો.
ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ચોપાટી ખાતે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા સંગીત અને નાટ્ય કલા એકેડમી દિલ્હી દ્વારા આયોજિત અમૃતધારા મહોત્સવનો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા દીપ પ્રજ્વલિત કરી અને પ્રારંભ કરાયો હતો આ તકે વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેરળના 300 વર્ષ પુરાણીક મનાતા વાદ્ય ચન્ડામેલમ વાદ્ય દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી ત્યાર બાદ એક પછી એક ઉત્કૃષ્ટ લોકકલાઓ પ્રદર્શીત કરાઈ હતી.
આજરોજ અમૃતધારા ઉત્સવ ના પ્રારંભિક દિવસે મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમના ગ્રુપ દ્વારા તેમના પારંપરિક વાદ્ય પુંગ દ્વારા પુંગચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ ના દેવાસના કલાકાર કાલૂરામ બામન્યા અને તેમના કલા વૃંદ દ્વારા કબીર ના નિર્ગુણી ભજન ની રંગત જામી હતી જેમણે સૌ ઉપસ્થિત શ્રોતાઓને અભિભૂત કર્યા હતા. ઉપરાંત ઉત્તરપ્રદેશ રાયબરેલીથી આવેલા શીલૂસિંહ રાજપૂત અને તેમના ગ્રુપ દ્વારા વીરાંગના શ્રી રાણી લક્ષ્મીબાઈ ના જીવન વિશે ઉત્તરપ્રદેશ નું લોક ગાયન આલ્હા ગાયન પ્રસ્તુત કર્યું હતું. રામનગરમના શિવમધુ અને તેમનો સમૂહ દ્વારા પૂજા કુનિથા નૃત્ય પ્રસ્તુત કરાયું હતું. તેમજ અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા શીલ દ્વારા કૂચીપુડી, ભૂવનેશ્વરના રુદ્રાક્ષ ફાઉન્ડેશન દ્વારા ઓડિસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
સોમનાથ ના સાનિધ્યમાં એકજ મંચ પર આખા ભારતની લોકસંસ્કૃતિ લોકોને જોવા મળી હતી. ત્યારે આ કાર્યક્રમ 30 માર્ચ સુધી પ્રતિદિન સાંજના 5:30 થી 9:30 સુધી સોમનાથ ચોપાટી ખાતે નિઃશુલ્ક યોજાશે જેનો લાભ લેવા જાહેર જનતા ને અપીલ કરાઈ હતી.
Attachments area
|
|
|


