દેહદાન એજ મહાદાન
એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાશે
જામનગર તા. ૨૮ માર્ચ, શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ (નવું કોલેજ બિલ્ડીંગ, ૮મો માળ) એનેટોમી વિભાગ ખાતે આવતીકાલે તા.૨૯-૦૩-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર બનાવવાની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.દેહદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ત્યારે જામનગરવાસીઓને આ કાર્યક્રમમાં ભાગ લઇ વધુને વધુ જાગૃતિ ફેલાવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.
૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
