નવીદિલ્હી
ભારતીય રિઝર્વ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર ૫૦૦ની નોટને ઓળખવાની કેટલીક રીતો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અનુસરીને તમે અસલી અને નકલી નોટને ઓળખી શકો છો. તમે કેવી રીતે ૫૦૦ રૂપિયાની નોટને સરળતાથી ઓળખી શકો છો. જાે તમે ૫૦૦ રૂપિયાની નોટ લાઈટની સામે રાખશો તો ખાસ જગ્યાએ ૫૦૦ લખેલું જાેવા મળશે. આ સિવાય જાે તમે આ નોટને આંખની સામે ૪૫ ડિગ્રીના ખૂણા પર રાખશો તો પણ તમને અમુક જગ્યાએ ૫૦૦ લખેલું જાેવા મળશે. બીજી તરફ, જાે તમે ૫૦૦ રૂપિયાની નોટને હળવાશથી વાળશો, તો સિક્યોરિટી થ્રીડ(નોટ વચ્ચે રહેલી ચમકતી પટ્ટી)નો રંગ લીલાથી વાદળીમાં બદલાતો જાેવા મળશે. જ્યારે, ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનો લોગો જૂની નોટની સરખામણીમાં જમણી બાજુએ શિફ્ટ થઈ ગયો છે. ૫૦૦ રૂપિયાની નોટ પર પ્રિન્ટિંગનું વર્ષ લખેલું હોય છે. સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો છપાયેલો છે. સેન્ટર તરફ એક ભાષા પેનલ છે અને લાલ કિલ્લાનું ચિત્ર ભારતીય ધ્વજ સાથે છપાયેલું છે. આ સિવાય દેવનાગરીમાં ૫૦૦ રૂપિયા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જાે તમને ૫૦૦ રૂપિયાની નોટમાં આમાંથી કોઈ પણ ચિહ્ન દેખાતું નથી, તો તેનો અર્થ એ છે કે તમારી નોટ નકલી હોઈ શકે છે. દૃષ્ટિહીન લોકો માટે પણ ૫૦૦ રૂપિયાની નોટ પર કેટલાક વિશેષ ઓળખ ચિહ્નો આપવામાં આવ્યા છે, જેને સ્પર્શ કરીને તેઓ સરળતાથી ઓળખી શકે છે. ૫૦૦ રૂપિયાની નોટમાં અશોક સ્તંભનું પ્રતીક, મહાત્મા ગાંધીનું ચિત્ર, બ્લીડ લાઇન અને રફ પ્રિન્ટ સાથે ઓળખ ચિહ્ન છે જે દૃષ્ટિહીન લોકો સ્પર્શ દ્વારા અનુભવી શકે છે.કાળાં નાણાંને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં નોટબંધી કરી હતી અને નવી નોટો બહાર પાડી હતી. ત્યારથી એવી ધારણા હતી કે બજારમાંથી નકલી નોટો બંધ થઈ જશે. પરંતુ શાતીર ગુનેગારોએ નવા રૂપિયાની નકલી નોટો પણ તૈયાર કરી લીધી. આ નકલી નોટો બિલકુલ વાસ્તવિક રૂપિયા જેવી લાગે છે. કોઈપણ વ્યક્તિ છેતરાઈ શકે છે જાે તેને ધ્યાનથી ન જાેવામાં આવે તો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ૫૦૦ ની નોટ મળે છે, તો તેને તરત જ કાળજીપૂર્વક તપાસવી જાેઈએ. જાે કે, આ અસલી અને નકલી નોટો વચ્ચે એટલો સૂક્ષ્મ તફાવત છે કે સામાન્ય માણસ માટે તેને સરળતાથી ઓળખવી મુશ્કેલ બની શકે છે.


