Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરાયું

હાર્દિક કાનાબાર પ્રાચી
ગાયત્રી પરિવાર દ્વારા. શાંતિકુંજ હરિદ્વાર  તત્વજ્ઞાનમાં ગાયત્રી તીર્થના સુવર્ણ જયંતિ વર્ષ અંતર્ગત અનુસંધાને આજે વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી..
24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, સંગીતમય, પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે…જેમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ સંસ્કારો પણ કરવામાં આવશે તથા સદગ્રંથ ની સ્થાપના કરવામાં આવશે..
પ્રાચી તીર્થ. પ્રાચી તીર્થ શ્રી માધવરાયજી ભગવાન ના સાનિધ્ય  ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગીર સોમનાથ સંગઠન દ્વારા શાંતિકુંજ હરિદ્વાર તત્વાવધાનમાં શાંતિકુંજ ગાયત્રી તીર્થના સુવર્ણ જયંતિ વર્ષ અંતર્ગત દેવ પરિવાર વિસ્તાર 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ એવમ સદગ્રંથ સ્થાપના તથા  સંસ્કાર મહોત્સવનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશાળ સંખ્યા ની સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ગાયત્રી ધામ મંદિર થી શહેરના અનેક માર્ગો ઉપર નીકળી હતી અને કારડિયા સમાજ ની વાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ સંગીત મય, પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યાર પછી તારીખ.30.31. માર્ચ 2022 ને  બુધવાર અને ગુરુવારે બીજા દિવસે સવારે 8 થી 11 કલાકે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ બપોરે ભોજન પ્રસાદ ત્યારબાદ કાર્યકર્તા ગોષ્ટી તેમજ રાત્રિના દિપ મહાયજ્ઞ ત્રીજા દિવસે સવારે 8 થી 11 કલાકે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ ભારતીય સંસ્કૃતિના વિવિધ સંસ્કારો કરાવવામાં આવશે તો આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા યજ્ઞ ની અંદર આહુતિ આપવા પુણ્ય ના ભાગીદાર બનવા વિશાળ સંખ્યામાં ગાયત્રી પરિવાર જનો ઉમટી રહ્યા છે.

IMG-20220329-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *