નવીદિલ્હી
આઈપીએલ ટ્રોફી સિવાય આ લીગમાં ખેલાડીઓ વચ્ચે જે એક વસ્તુ માટે યુદ્ધ છે તે છે ઓરેન્જ અને પર્પલ કેપ. દરેક મેચ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ રેસને પણ અસર કરે છે. બેટિંગમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર ખેલાડીના માથા પર ૈંઁન્ ઓરેન્જ કેપ સજાવવામાં આવે છે. તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આપવામાં આવે છે. ઓરેન્જ કેપ મેચ-બાય-મેચ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જે તે સમયે સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં યાદીમાં ટોચ પર હોય. ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. તેણે પોતાના તત્કાલિન સાથી અને હવે આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ કરતાં માત્ર બે રન વધુ બનાવીને આ કેપ મેળવી હતી. તેને ફાફ ડુ પ્લેસીસથી આકરી ટક્કર મળી હતી, જેણે ૬૩૩ રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે ૬૩૫ રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. જાેકે, આ વખતે જ્યારે પહેલીવાર ઓરેન્જ કેપ આપવામાં આવી ત્યારે તે ફાફ ડુ પ્લેસિસના માથા પર શોભતી હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં ટોચ પર છે. ફાફે લીગમાં અત્યાર સુધી બે મેચ રમી છે જેમાં તેણે ૪૬.૫૦ ની એવરેજથી ૯૩ રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં ૮૮ રન બનાવ્યા હતા. જાેકે, તે દ્ભદ્ભઇ સામે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. બીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન છે જેણે પોતાની પ્રથમ મેચમાં ૮૧ રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદના એડન માર્કરમ છે, જેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને ૫૭ રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને તેની પ્રથમ મેચમાં ૫૫ રન બનાવ્યા અને તે ચોથા સ્થાન પર છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સનો દીપક હુડ્ડા નીચા સ્ટ્રાઈક રેટના કારણે ૫૫ રન સાથે પાંચમા સ્થાને છે. ફાફ ડુ પ્લેસિસ (આરસીબી) ૮૮ રન ઈશાન કિશન (મુંબઈ ઈન્ડિયન્સ) ૮૧ રન એડન માર્કરમ (સનરાઈઝર્સ હૈદરાબાદ) ૫૭ રન સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) ૫૫ રન દીપક હુડા (લખનૌ સુપર જાયન્ટ્સ) ૫૫ રનરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે બુધવારે ૈંઁન્ ૨૦૨૨ ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ને હરાવીને લીગમાં તેની પ્રથમ જીત મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસે પોતાની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને પ્રથમ વખત જીત અપાવી હતી. આ મેચ પછી, આ સિઝનમાં પ્રથમ વખત ઓરેન્જ કેપ આપવામાં આવી હતી અને આ કેપ સૌપ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસના માથા પર સજાવવામાં આવી હતી. ફાફ ચોક્કસપણે દ્ભદ્ભઇ સામે ફ્લોપ હતો પરંતુ તેની અગાઉની ઇનિંગ્સ તેને આ કેપ માટે લાયક બનાવવા માટે પૂરતી હતી.


