રાજકોટ
રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના ચેરમેન માધાતાસિંહ જાડેજાએ =એ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ હમેંશા રાજ્ય અને રાષ્ટ્રને સમર્પિત રહ્યો છે, પરંપરા જીવંત રાખવામાં પણ ક્ષત્રિયોના બલિદાન છે. દેશની પરંપરા, સંસ્કૃતિ સરકાર, જીવંત રાખવામાં પણ અને ભારત પર આક્રમણ કરનારાને પરાજિત કરવાનો યશ ક્ષત્રિયોને ફાળે જાય છે, ક્ષત્રિયોએ સમર્પિત ભાવથી સામાજિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રાજકીય અને આધ્યાત્મિક ઉત્તરદાયીત્વની દિશામાં પોતાનો રાજધર્મ નિભાવ્યો છે.ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના ૭૦૦ જેટલા આગેવાનોનો ભવ્ય સન્માન સમારોહ કચ્છ કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોસિએશન- રાજકોટ અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના પદાધિકારીઓનો તા.૩ એપ્રિલ, ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવશે. જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર્સ, સુધરાઈ સભ્યો, સહકારી અગ્રણીઓનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સન્માન કરાશે. આ કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પુર્વ રાજ્યપાલ, મંત્રીઓ, પુર્વ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજવીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાંથી સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. રજવાડાંના સમયથી લઈને આજે લોકશાહીના આટલા વર્ષોમાં પણ ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ વિવિધ ક્ષેત્રે કરજ બજાવી છે, સેવા આપી છે. જાહેર જીવનમાં પણ એમનું અનોખું યોગદાન રહ્યું છે ત્યારે હવે એ સમય આવ્યો છે કે જુદી જુદી જગ્યાએ સેવાકીય કામ કરનાર કર્મવીરોને બિરદાવીને એમનું આપણે ઋણ અદા કરીએ રવિવારે, તા. ૬ એપ્રિલે સવારે ૯.૪૫ થી બપોરે ૧ સુધી આ કાર્યક્રમ રણજિત વિલાસ પેલેસના પટાંગણમાં યોજાશે. ગુજરાતભરમાંથી વિવિધ સ્તરે કામ કરતા પદાધિકારીઓને નિમંત્રણ અપાયું છે. રાજકોટ સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જામનગર, બોટાદ, પોરબંદર, ભૂજ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, જૂનાગઠ વડોદરા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, અરવલ્લી મળીને ૮૬૧ સરપંચ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે પ્રતિનિધી ૨૪, તાલુકા પંચાયતના પ્રતિનિધી ૧૪૧, માર્કેટિંગના ડાયરેક્ટર ૭૦, મહાનગરપાલિકાના પ્રતિનિધી ૧૮, નગરપાલિકાના પ્રતિનિધી ૪૮, ખેતીબેન્કના પ્રતિનિધિ ૭ અને અન્ય ૩ કર્મવીરો એ દિવસે અહીં મહાનુભાવોના હસ્તે સન્માનનો સ્વીકાર કરશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જ્ઞાતિવાદનો ઊભરો આવ્યો છે.હાલ વિવિધ સમાજાે અને સંગઠનો જ્ઞાતિ સંમેલનો, બેઠકો યોજવા લાગ્યાં છે. ત્યારે રાજકોટમાં રવિવારે ગુજરાતભરના ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના ૭૦૦ આગેવાનોનું સન્માન થશે. જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ હાજરી આપવાના છે અને રણજિત વિલાસ પેલેસ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
