Gujarat

કરમસદ પાલિકામાં બારોબાર ભરતી કરી દેવાતા નોટિસ મળી

આણંદ
કરમસદ પાલિકામાં હિસાબનીશની જગ્યા કોમન કેડલની હોવા છતાં કોઇ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા વગર સોનાલીબહેન એન. પટેલને હિસાબનીશની જગ્યા પર ફિક્સ પગાર રૂ.૨૦ હજારથી નિમણૂંક આપી દેવામાં આવી હતી. આ કેસમાં પ્રમુખ સહિત બોડીએ હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાની ફરિયાદ પ્રાદેશિક કમિશ્નર સુધી પહોંચી હતી. જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસ રિપોર્ટ બાદ મ્યુનિસિપાલીટી કમિશ્નરે પ્રમુખ દર્શનાબહેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ પટેલ સહિત સમગ્ર બોડીને ગુજરાત પાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૩૭ હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને પાલિકાના સભ્યપદેથી દુર કેમ ન કરવા ? તે અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે. આ અંગે ૭મી એપ્રિલ,૨૦૨૨ના રોજ બપોરે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.કરમસદ પાલિકામાં હિસાબનીશની જગ્યા કોમનકેડરની હોવા છતાં કોઇ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા કર્યા વગર કર્મચારીની ભરતી કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલો મ્યુનિસિપાલીટી કમિશ્નર સુધી પહોંચતા પ્રમુખ સહિત બોડીને હોદ્દાનો દુરૂપયોગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *