સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા) આજરોજ સાવરકુંડલા શહેરમાં મહેશ ટોકિઝવાળા રોડ પર આવેલાં બાપા સીતારામ મોબાઇલ શોપનું પ. પૂ. ઉષામૈયા શીવદરબાર આશ્રમ કાનાતળાવ તેમજ પ. પૂ. સંતશ્રી ભક્તિબાપુ માનવમંદિર હાથસણીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના પ્રોપરાઈટર સમાજ સેવક હિતેષભાઈ સરૈયા છે. આમ સેવકોની લાગણીને સંતોએ સહ્રષ સ્વીકારી ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ પણ મુલાકાત લીધી હતી. સંતોએ આશીર્વાદ આપ્યા હતા. આ સંદર્ભે હિતેશભાઈને ઠેર ઠેરથી શુભકામનાઓના સંદેશા પણ મળી રહયા છે..


