છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામ ના વતની રતુભાઇ રાઠવા તથા કાવરા ગામ ના વતની સોમાભાઈ રાઠવા અનુક્રમે ૧૯ વર્ષ તથા ૧૭ વર્ષ જેટલો સમય દેશની સીમાઓ અને દેશના વિવિધ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી ઈન્ડીયન આર્મી માંથી સેવાનિવૃત્ત થઈને વતન પરત ફરેલા ફૌજી જવાનો નું છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસે સમસ્ત છોટાઉદેપુર સમાજ દ્વારા ભવ્ય રીતે સ્વાગત -આવકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના સામાજિક આગેવાનો પ્રો શંકરભાઈ રાઠવા, જશુભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, રાજેશભાઈ લગામી, દિનેશભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, મુકેશભાઇ પટેલ,ગુમાનભાઈ રાઠવા,માધુભાઇ રાઠવા ડો.જયેશ રાઠવા તથા વાલસિંહભાઇ રાઠવા, વિનોદભાઈ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સેવાનિવૃત્ત જવાનોની ટીમ ઉપરાંત સાથી સૈનિકો દ્વારા ખુબ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
ઈન્ડીયન આર્મી માં થી સેવાનિવૃત્ત જવાનોના ગામ તથા સગાં સંબંધીઓ ઉપરાંત મિત્રો ખુબ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ખાતે એકઠા થયા હતા, જ્યાં ફુલહારથી સ્વાગત- આવકાર બાદ સેવાનિવૃત્ત જવાનોની ફેમિલી સહિત બગી માં બેસાડી ને જવાનોને છોટાઉદેપુર નગર નાં મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા બિલ્ડીંગ પાસે આવેલ શહિદ બીરસા મુંડા ની પ્રતિમા ને હારતોરા કર્યા બાદ પોતાના ગામ કોલી જવા રવાના થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


