National

શ્રીલંકા સરકારે સોમવાર સુધી લોકડાઉનનું લીધું મોટું પગલું

શ્રીલંકા
શ્રીલંકામાં કોરોનાવાયરસ રોગચાળાના કેશો અને વીજ કટોકટીને આધારે આર્થિક સંકટને જાેતા સરકારે ૩૬ કલાકના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. તમને જણાવવુ રહ્યુ કે, બગડતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રીલંકામાં પહેલાથી જ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ તેમના સંબંધીઓ અને તેમના સૌથી વિશ્વાસુ લોકો વિરુદ્ધના વિરોધને ડામવા માટે સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકડાઉન શનિવારે સાંજથી જ લાગુ કરવામાં આવ્યુ છે અને તે સોમવારે સવાર સુધી લાગુ રહેશે. પોલીસે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન ઈંધણ, ખોરાક અને દવાઓની અછતને લઈને મોટા પ્રમાણમાં સરકાર વિરોધનો સામનો કરી રહ્યુ છે. લોકડાઉન લાગુ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેના ઘર પર હુમલો કર્યા બાદ આવ્યો છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર થયેલા હુમલા બાદ તેમણે કટોકટીની સ્થિતિ લાદવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે આ જાહેર વ્યવસ્થાની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. નાદારીની આરે ઉભેલા શ્રીલંકામાં, શનિવારે અનુરાધાપુરા શહેરમાં એક મહિલાના ઘર તરફ લોકોની ભીડ જામી હતી. કહેવાય છે કે આ મહિલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને સલાહ આપે છે.કાર્યકર્તા અને ભૂતપૂર્વ વિપક્ષી સાંસદ હિરુનિકા પ્રેમચંદ્રની આગેવાની હેઠળ ઘણી મહિલાઓએ આ મહિલાના નિવાસસ્થાન પર હુમલો કર્યો,જાેકે બાદમાં પોલીસે તેમને અટકાવ્યા હતા. કોરોનાવાયરસ રોગચાળાએ પ્રવાસન પર આધાર રાખી રહેલા શ્રીલંકાની કમર તોડી નાખી છે. આ ઉપરાંત વિદેશથી આવતા નાણાં પણ બંધ થઈ ગયા છે. આ બંને પરિબળો દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ સત્તાવાળાઓએ વિદેશી હૂંડિયામણ બચાવવા માટે મોટા પાયે આયાત પર નિયંત્રણો લાદ્યા છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે સરકારના ગેરવહીવટ, વર્ષોના ઉધાર અને અન્યાયી ટેક્સ કાપને કારણે કટોકટી વકરી છે. શ્રીલંકામાં કર્ફ્‌યુ અને ઈમરજન્સીની ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે લોકો રવિવારે સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન માટે તૈયાર થઈ રહ્યા છે. એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ટીયર ગેસથી ડરશો નહીં.’ સામાન્ય સમયમાં, શ્રીલંકન સૈન્ય માત્ર પોલીસ માટે સહાયક ભૂમિકા ભજવી શકે છે, પરંતુ કટોકટીની સ્થિતિ તેમને અમુક કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. તેમાં નાગરિકોની અટકાયત કરવાનો અધિકાર પણ સામેલ છે. અમેરિકી રાજદૂત જુલી ચુંગે ચેતવણી આપી હતી કે, શ્રીલંકાને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, જે લોકશાહી અભિવ્યક્તિ માટે જરૂરી છે. સાથે જ યુકેના રાજદૂતે શ્રીલંકાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ઈેં મિશને જણાવ્યું હતું કે તેણે શ્રીલંકાના સત્તાવાળાઓને તમામ નાગરિકોના લોકશાહી અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે.

Crisis-In-Srilanka.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *