Gujarat

સ્વધામ (નિજધામ)  ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

ચૈત્ર શુક્લ પ્રતિપદા એ પ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતે થી ભગવાન  શ્રી કૃષ્ણએ

સ્વધામ (નિજધામ)  ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ .

 

          ગોલોક ધામ પાવન ભૂમી છે,જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી સ્વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્થાન. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સચવાયેલી છે.સાથે જ પ્રભાસની ભૂમી ને હરિ-હર ભૂમી પણ આ કારણે જ કહેવાય છે, જ્યાથી ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું.

ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરના 2 કલાક 27મીનીટ એને 30 સેકન્ડ ના સમયે પૃથ્વીલોક થી સ્વધામ ગમન કરેલ હતું.

આજરોજ આ પાવન દિવસે ગોલોકધામ દિન નીમીત્તે નુતન ધ્વજારોહણ પૂજન કરવામાં આવેલ, તેમજ બપોરના 2 કલાક27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ પૃથ્વીલોક પરથી ગોલોકધામ ની ભૂમીથી સ્વધામ ગમન કરેલ આ સ્થાને શ્રી કૃષ્ણ પાદુકા પુજન, શંખનાદ,બાંસુરીવાદન જયઘોષ કરવામાં આવેલ, ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો દ્વારા ગીતાજી પાઠ, યજમાનશ્રી વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ, સંસ્કારભારતી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ,  સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની દિવળાઓથી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો માં ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી અને એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી તેમજ વેજાણંદભાઇ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ  સામેલ થઇ ધન્ય બન્યા.હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220402-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *