Delhi

સંગઠનમાં દરેક સ્તરે એકતા સૌથી મહત્વપર્ણ ઃ સોનિયા ગાંધી

નવીદિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે સંસદ ભવનમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ માટે આગળનો રસ્તો પહેલા કરતા વધુ પડકારજનક છે, આપણી લચીલાપણાના ભાવનાની આકરી પરીક્ષા છે. સાથે જ કહ્યું કે સંગઠનમાં દરેક સ્તરે એકતા સૌથી મહત્વપૂર્ણ છે. બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ સીપીપીની બેઠકમાં કહ્યું કે કોંગ્રેસનું ફરી મજબૂત થવું ફક્ત આપણા માટે જ મહત્વનું નથી, પરંતુ તે આપણા લોકતંત્ર અને સમાજ માટે પણ જરૂરી છે. સંગઠનમાં દરેક સ્તરે એકતા એ સૌથી મહત્ત્વની બાબત છે તેની ખાતરી કરવા માટે જે પણ જરૂરી છે તે કરવા હું સંકલ્પબદ્ધ છું, કોંગ્રેસ માટે હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે, સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ માટે આગળનો માર્ગ પહેલા કરતા વધુ પડકારજનક છે, જે આપણી સ્થિતિસ્થાપકતાની ભાવનાની કસોટી છે. પાર્ટીની અંદર તમામ સ્તરે એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે કહ્યું કે આ લોકશાહી અને સમાજ માટે પાર્ટીનું ફરી મજબૂત થવુ જરૂરી છે. સોનિયા ગાંધીએ ભાજપ પર તેના “ધ્રુવીકરણ એજન્ડા” પર નિશાન સાધ્યું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હારથી નેતાઓ કેટલા નિરાશ હતા. તેમણે ચિંતન શિબિરોનું આયોજન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું “આગળનો રસ્તો વધુ પડકારજનક છે. અમારા સમર્પણ, સુગમતા અને પ્રતિબદ્ધતાની કસોટી કરવામાં આવે છે. અમારા વ્યાપક સંગઠનના દરેક સ્તરે એકતા જરૂરી છે. આ સુનિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી છે તે કરવા હું પ્રતિબદ્ધ છું.”

Sonia-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *