International

લંડન સ્પિરિટ ટીમના મુખ્ય કોચ તરીકે ટ્રેવર બેલિસન નિયુક્ત કરાયા

ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્નનું ૪ માર્ચ ૨૦૨૨ના રોજ થાઈલેન્ડમાં અવસાન થયું હતું. શેન વોર્ને ધ હન્ડ્રેડની છેલ્લી સિઝનમાં પુરુષોની ટીમ લંડન સ્પિરિટ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. પરંતુ તે દરમિયાન તે કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. જેના કારણે તે મોટા ભાગની સિઝનમાં ટીમ સાથે ન હતા. જાે કે ૨૦૨૨ માં તે આ ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. શેન વોર્નનું આકસ્મિક અવસાન લંડન સ્પિરિટ ટીમ માટે મોટો આંચકો હતો. ત્યારે શેન વોર્નના મૃત્યુ પછી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ ટ્રેવર બેલિસને લંડન સ્પિરિટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રેવર બેલિસ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી ઈંગ્લેન્ડ ટીમના કોચ રહી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડે ૨૦૧૯ વર્લ્‌ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટ્રેવર બેલિસ હવે લંડન સ્પિરિટ ટીમના સુકાની ઇઓન મોર્ગન સાથે ફરીથી જાેડાશે અને ફ્રેન્ચાઇઝી આશા રાખશે કે આ જાેડી ફરી એકવાર મેદાન પર અજાયબીઓ કરશે. ત્યારે આ પોસ્ટ પર કાયમ થયા પછી, બેલિસે સ્વીકાર્યું કે તેમની નિમણૂક કમનસીબ સંજાેગોને કારણે થઈ હતી. ટ્રેવર બેલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સંજાેગોમાં આ ભૂમિકા ભજવવી એ દેખીતી રીતે ખૂબ જ દુઃખદ છે. પરંતુ આ કામ શેન વોર્ને શરૂ કર્યું હતું અને તેના પર કામ કરવું અને તેને આગળ લઈ જવું એ મારા માટે સન્માનની વાત છે. ટીમ મોર્ગનની યોજનાઓથી વાકેફ છે અને અમે આ વખતે અમારી યોજનાઓને વળગી રહેવાની આશા રાખીએ છીએ.” તમને જણાવી દઈએ કે ટ્રેવર બેલિસ પાસે કોચિંગનો સારો અનુભવ છે. તેણે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૧ સુધી શ્રીલંકાની ટીમ સાથે કામ કર્યું છે. આ સિવાય તેણે ૨૦૧૧-૧૨ માં બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સને કોચિંગ આપ્યું હતું અને તેની ટીમ ચેમ્પિયન બની હતી. તે જ સમયે, બેલિસે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે. બેલિસના માર્ગદર્શન હેઠળ કેકેઆરએ બે ટાઇટલ પણ જીત્યા હતા.

Coach-Trevor-Byliss.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *