ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકાના એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર સંસ્થાની મુલાકાતે કેન્યા દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી કાનજીભાઈ વરસાણી મુલાકાતે આવ્યા હતાં. સંસ્થાના અધ્યક્ષ પુજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ મુલાકાત દરમિયાન સંતો મહેમાનોને ફુલહારથી સ્વાગત કર્યું અને આશીર્વાદ આપ્યા હતા.
તેવીજ રીતે માતુ શ્રી આર ડી વરસાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા આચાર્ય એ આર્ટ અને ક્રાફટની કળાથી બનાવેલી વિવિધ વસ્તુઓથી આવકાર્યા હતા. શાળાની દિકરીઓએ યોગ નિદર્શન તથા સ્વાગત ગીત રજુ કર્યું હતું. કે વરસાણી સાહેબ આ મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


