Gujarat

​​રાજુલા ટાઉનમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૪,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ*

​​મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંધ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાં સઘન પેટ્રોલીંગ રાખવા તેમજ સફળ રેઇડો કરી દારૂ/જુગારની બદીને ડામવાં કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના એ.એસ.આઇ ડી.ડી.મકવાણા તથા હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા રાજુલા પોલીસ ટીમે રાજુલા ટાઉનમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૪,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
💫*જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:–*
(૧) દિપકભાઇ રાજાભાઇ ધમલ (૨) હરેશભાઇ પ્રેમદાસભાઇ વાળા (૩) સાગરભાઇ વિનોદભાઇ પરમાર (૪) કિશોરભાઇ રાજાભાઇ ધમલ રહે.તમામ રાજુલા જી.અમરેલી
       💫 આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સા.કુંડલા વિભાગ સા.કુંડલાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.વી.પ્રસાદ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
.રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220409-WA0015-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *