Gujarat

ભરૂચમાં ઠેર-ઠેર રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

ભરૂચ
ભરૂચમાં સોનેરી મહેલથી પરંપરાગત શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિહિપ, બજરંગ દળ, ભાજપના આગેવાનો અને હિન્દૂ સમાજ જાેડાયો હતો. શોભાયાત્રાનું કસક ખાતે સમાપન થયું હતું.ભરૂચમાં રામ નવમી નિમિત્તે મંદિરો અને રામ મહોત્સવ સ્થાનકો ઉપર ભગવાન શ્રીરામના જન્મને વધાવી લેવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં વિહિપ, બજરંગ દળ દ્વારા ત્રણ રસ્તાથી રામકુંડ સુધી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જંબુસરમાં પણ પિશાચ મહાદેવ મંદિરથી રામ નવમી નિમિતે બજરંગ દળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જય શ્રીરામના જયઘોષ સાથે નગર રામમય બની ગયું હતું.તો ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *