વિક્રમ સાખટ રાજુલા
રાજુલા જાફરાબાદ ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી
જેમાં આજરોજ જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામે ખોડિયાર માતાજીના યજ્ઞમાં હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી
આજરોજ રાજુલાના કોવાયા ગામે ચાલતી પ.પૂ ગીરીબાપુની શિવકથામાં સહ પરિવાર જઇ કથા સાંભળવાનો લહાવો લીધો હતો અને પૂ.બાપુના આશીર્વાદ લીધા બાદ આરતી કરી ધન્યતા અનુભવી હતી.
સાથે પીઠાભાઈ નકુમ મીઠાભાઈ ચેતનભાઈ શિયાળ સાગરભાઈ સરવૈયા બાબુભાઇ રામ ડો.કનુભાઈ કલ્સરિયા હરસુરભાઈ મનોજભાઈ સંઘવી પ્રકાશભાઈ સંઘવી કરશનભાઇ ભીલ સહિતના આગેવાનો વેપારીઓ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
જાફરાબાદ શહેર ખાતે શિયાળ પરિવાર ના કુળદેવી શ્રી વિરમાંગડા વાળા ની જન્મ જયંતિ મહોત્સવ તેમજ પાંચ મો પાટોત્સવ નિમિતે હાજરી આપી હતી.
તો રાજુલાના રામપરા ગામે શ્રી લાલજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવનિર્મિત કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન સમારોહ આગામી તા 18ના રોજ થઈ રહ્યું છે ત્યારે આ ધર્મસભાનું અને ભૂમિપૂજન આ કાર્યક્રમનું આમંત્રણ પ.પૂ મહંત રાજેન્દ્ર દાસ બાપુ ગુરુ શ્રી લાલદાસ બાપુ દ્વારા આજરોજ મારા નિવાસસ્થાને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતું જે આમંત્રણને સહર્ષ સ્વીકાર્યું હતું અને આશીર્વાદ લીધા હતા. અમારા આંગણે આવા સાધુ સંતોની પધરામણી ને હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને મહંત રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં નતમસ્તક વંદન કર્યા હતા.


