જિલ્લાના ૧૧૨ એકમોનો રેડ ઝોન તથા ૪૨ એકમોનો યલો ઝોનમાં સમાવેશ કરાયો
જામનગર તા.૧૧ એપ્રિલ, જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ તથા સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા એકમોને રેડ ઝોન, યેલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ એકમોનો સમાવેશ કરાયો છે.જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિતેશ પંડયાએ તેઓને મળેલ સત્તાની રૂઈએ જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડેલ છે.આ નિશ્ચિત કરવામાં આવેલ રેડ ઝોન તથા યલો ઝોનમાં નક્કી કરવામાં આવેલ વિસ્તારમાં ડ્રોન ઉડાડી શકાશે નહી કે તેનો ઉપયોગ કરી શકાશે નહી.આ હુકમ તા.૦૩/૦૬/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
000000
વિરેન્દ્રસિંહ/દ્રષ્ટિ
