આગામી ૬ માસ સુધી દર માસના બિજા શનીવારે આશરે ૫૭ જેટલા યોજનાકિય લાભો ગ્રામજનોને ઘરઆંગણે ઉપલબ્ધ થશેજામનગર તા.૧૧ એપ્રિલ, રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક/ કક્ષાએ જ ઝડપથી થઇ શકે તથા પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે સરકારના સામાન્ય વહીવટ વિભાગની સુચના અનુસાર તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીના ૬ માસના સમયગાળા દરમિયાન “સેવા સેતુ” કાર્યક્રમ(ગ્રામ્ય) અંતર્ગત સમગ્ર કાલાવડ તાલુકમાં દર માસના બીજા શનિવારે કલસ્ટરના ૬ સ્થળોએ કુલ ૬ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૪-૦૫-૨૦૨૨ના રોજ નવાગામ પ્રાથમિક શાળા ખાતે, તા.૧૧-૦૬-૨૦૨૨ના રોજ અરલા પ્રાથમિક શાળા ખાતે, તા.૦૯-૦૭-૨૦૨૨ના રોજ ખરેડી પ્રાથમિક શાળા ખાતે, તા.૧૩-૦૮-૨૦૨૨ના રોજ નિકાવા હાઈસ્કુલ ખાતે, તા.૧૦-૦૯-૨૦૨૨ ખંઢેરા સરકારી હાઈસ્કુલ ખાતેસેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં આજુબાજુનાગામના લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવામાં આવશે. કાર્યક્રમમાં સવારના ૦૯:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક દરમ્યાન અરજદારોની અરજીઓ/રજૂઆત અને તેના પુરાવાઓ મેળવવામાં આવશે. ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાક દરમ્યાન સ્થળ પર કાગળોની ચકાસણી/તપાસણી વગરે કરી ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન અરજદારે કરેલ રજૂઆતના નિકાલની જાણ અરજદારને કરવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જન્મ મરણ, લગ્ન પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા ઘરેલુનવા વિજળી જોડાણ માટેની અરજીઓ અને પી.એમ.જે. માં યોજનાની અરજીઓ, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બી.પી.ની ચકાસણી વગેરે લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશેતેમ મામલતદાર કાલાવડની યાદીમાં જણાવાયું છે
