Gujarat

ગુજરાતમાં શાંતિ ડોળવાના કાવતરા સામે ગૃહમંત્રીની બેઠક યોજાઈ હતી

અમદાવાદ
ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી આશિષ ભાટિયા, આઈબીના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી.આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા,બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે ક્યાં પ્રકારનું આયોજન છે તે અંગે ચર્ચા કરી હતી. ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું કે,હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે. ખંભાતમાં રાયોટિંગનો તેમજ હત્યાનો ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બનાવના પગલે હિંમતનગરમાં ૨ આરએએફ અને ૪ એસઆરપીની ટુકડી બનાવ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવી છે. જાેકે, આ સિવાય રેન્જ આઇ જી, ડી આઇ જી અને એસપી કક્ષાના અધિકારીઓના સુપર વિઝન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બનાવ દરમિયાન ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું છે તે અંગે પોલીસે મર્ડરનો ગુનો પણ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ કરે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ સતત વોચ રાખી રહી છે અને તેમની સામે ગુનો પણ નોંધશે. ખંભાતનાં શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાનાં વિરોધમાં આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. પથ્થરમારાની ઘટનામાં ડીવાયએસપી, ત્રણ જેટલા પોલીસકર્મી, ૧ યુવક અને ત્રણ મહિલાને ઈજા થઈ છે. ૭ લારી અને ૩ દુકાનોમાં આગ લગાવાઈ હતી.ખંભાતમા એક વ્યક્તિના મોત અંગે હત્યાનો ગુનો નોધાશે.સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સાબરકાંઠાના એસપી સહિત ૧૦ પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. હાલ સમગ્ર શહેરમાં કલેક્ટરે સમગ્ર શહેરમાં ૧૪૪ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેથી હવે કોઈપણ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈ શકશે નહીં. બીજી આણંદના ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *