Maharashtra

ગળતેશ્વર પાસે દેશી રિવોલ્વર અને મેગેઝીન સાથે બે ઈસ્મો ઝડપાયા

નડિયાદ
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનના માણસો અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મહારાજાના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. ત્યારે ગોધરા તરફથી આવતી ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર (એમપી ૦૯ પી ૨૦૧૭)ને અટકાવી હતી. શ્રી ભગવતી ટ્રાવેલ્સ નામની આ લક્ઝરી બસમાં પોલીસે તપાસ આદરી હતી. જેમાં સ્લીપર કોચમાં કંડકટરની પાછળની સીટમાં બેઠેલા બે ઈસમો આઘાપાછા થતા હતા. તેથી પોલીસને શંકા જતા આ બંને ઇસમોને બસમાંથી નીચે ઉતારી તેઓની પૂછતાછ આદરી હતી. આ બંનેના નામ પુછતા તેઓએ પોતાના નામ વિશાલ બહાદુર કેવટ (રહે. કરમાતપુરા, તા. ઠીકરી, જિ. બડવાની, મધ્યપ્રદેશ) અને નરેન્દ્ર પરમિયા પવાર (રહે. અભાલી, તા. ઠીકરી, જિ.બડવાની, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ બંને ઈસમો પાસેથી પોલીસે એક દેશી રિવોલ્વર કિંમત રૂપિયા ૫ હજાર તથા એક મેગેઝિન કબ્જે કર્યુ હતું. જે બાબતે પરવાનો માંગતા આ બંન્ને શખ્સો પરવાનો રજૂ કરી શક્યા ન હતા. આથી પોલીસે આ બંને પાસેથી મળી આવેલ દેશી રિવોલ્વર તથા મેગેઝીન તેમજ રોકડ રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૮ હજાર ૪૯૦ મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે છેલ્લા પખવાડિયામાં દેશી પિસ્તોલ સાથે અહીંયાં આ બીજાે ગુનો નોંધાયો છે. ત્યારે પરપ્રાંતીય લોકો રાજ્યમાં ગુનાહિત કાવતરાને અંજામ આપવ ચોક્કસ પણે આવી રહ્યા હોવાનું વાત ચગડોળે ચઢી છે. જાે કે પોલીસની સતર્કતાને લઈ આવા ગુનાહિત કાર્યો પર પોલીસની સતત બાજ નજર હોવાને કારણે આવા લોકોનો મનસૂબો પાર પડતો નથી.અમદાવાદ-ઇન્દૌર હાઇવે પર ગળતેશ્વર પાસેના મહારાજાના નવા મુવાડાની ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી મુસાફરી કરતા બે ઇસમોને દેશી રીવોલ્વર તથા મેગેઝિન સાથે ઝડપી લેવાયા છે. સેવાલિયા પોલીસે આ બંને પરપ્રાંતીય ઈસમોએ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય તપાસ હાથ ધરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *