Maharashtra

લગ્નની તૈયારી વચ્ચે રણબીર કપૂર ડેન્ટલ ક્લિનિકમાં જાેવા મળ્યો

મુંબઈ
રણબીર કપૂર મુંબઈના ડેન્ટલ ક્લિનિકની બહાર જાેવા મળ્યો હતો. રણબીર માસ્ક તથા ટોપીમાં ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. રણબીર ખાસ્સો સમય કારમાં બેસી રહ્યો હતો અને પછી ફોટોગ્રાફર્સને હેલ્લો કહ્યું હતું. રણબીરને જાેઈને લાગતું હતું કે તે ફોનમાં બિઝી છે. આલિયા ભટ્ટ પણ શૂટિંગમાં વ્યસ્ત છે. માનવામાં આવે છે કે આલિયા ૧૨ એપ્રિલ સુધી શૂટિંગમાં બિઝી રહેશે. આલિયા ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ના સેટ પર જાેવા મળી હતી. અહીંયા ડાન્સ સોંગનું શૂટિંગ કર્યું હતું. સેટની વાઇરલ તસવીરોમાં આલિયા બ્લેક આઉટફિટમાં અને રણવીર સિંહ નિયોન ગ્રીન કુર્તામાં હતો. જયા બચ્ચન પણ જાેવા મળ્યાં હતાં. કરન જાેહર તથા ઈબ્રાહિમ અલી ખાન પણ સેટ પર ક્લિક થયા હતા. આલિયા-રણબીરના લગ્ન હોવાથી ક્રિશ્નારાજ બંગલો, ઇદ્ભ સ્ટુડિયો તથા વાસ્તુ અપાર્ટમેન્ટને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. રણબીર કપૂર મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ અપાર્ટમેન્ટમાં રહે છે. વાસ્તુ અપાર્ટમેન્ટમાં સામાન આવવા લાગ્યો છે. ફોટો કે વીડિયો લીક ના થાય તે માટે વાસ્તુ અપાર્ટમેન્ટને સફેદ કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આલિયા-રણબીરના લગ્નમાં માત્ર ૨૮ મહેમાનો હાજર રહેશે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ રહેશે.રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લગ્નને કારણે ચર્ચામાં છે. ૨૦ એપ્રિલ પહેલાં બંને લગ્નના બંધને બંધાશે. હજી સુધી લગ્નની ડેટ જાહેર કરવામાં આવી નથી. જાેકે, કપૂર પરિવારે લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન વરરાજા રણબીર કપૂર જાેવા મળ્યો હતો. ચહેરો માસ્ક તથા ટોપીથી ઢાંકી દીધો હતો. આલિયા ભટ્ટ પણ ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સોંગના શૂટિંગમાં વ્યસ્ત છે.

Ranbir-Alia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *