Maharashtra

દિશા પટણીએ બોલ્ડ સ્ટાઈલ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી

મુંબઈ
ફરી એકવાર દિશા પટણીએ તેની ખૂબ જ હોટ અને બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં દિશા પટણીનો ખૂબ જ હોટ લુક જાેવા મળી રહ્યો છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે જાેડાયેલા રહેવા માટે ખાસ તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. દિશા પટણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પિંક કલરની બ્રેલેટ પહેરેલી જાેવા મળી રહી છે. આ સાથે તેણે કમર પર પારદર્શક શ્રગ પહેર્યુ છે. પોતાની જાતને સુંદર દેખાડવા માટે દિશા પટાનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં ઈયરીંગ્સ કેરી કરી છે. આ સમગ્ર લુકમાં અભિનેત્રીની હોટ અને બોલ્ડ સ્ટાઈલ સ્પષ્ટપણે જાેવા મળે છે. દિશા પટણીની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે તેઓ કમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ગયા વર્ષે આવેલી ફિલ્મ રાધેમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સિવાય દિશાએ તાજેતરમાં જ કરણ જાેહરના નિર્દેશનમાં બનેલી ‘યોધા’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આ પહેલા તેણે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. જે વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક વિલન’ ફ્રેન્ચાઈઝીની સિક્વલ છે. આ ફિલ્મમાં દિશાની સાથે જાેન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યા છે.દિશા પટણી બોલીવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જે અભિનય સિવાય બોલ્ડનેસના કારણે પણ ચર્ચામાં રહે છે. દિશા પટણી પોતાનો બોલ્ડ લુક બતાવવાની કોઈ તક છોડતી નથી. તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. જે દિશા પટણીના ચાહકોને પણ ખૂબ પસંદ છે.

disha-patani.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *