રાજકોટ
રાજકોટમાં તૂફાન ગાડીએ બાઇકને અડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બંને રેલનગરમાં યોજાયેલી ભાગવત કથાના લોકડાયરામાંથી પરત આવતાં હતાં ત્?યારે બનાવ બન્?યો હતો. મૃતક યુવાને ગત રવિવારે જ એલઆરડીની પરીક્ષા આપી હતી. જડેશ્વર સોસાયટીમાં રહેતો પાર્થ નરેશભાઇ બાલાસરા (ઉં.વ.૨૧) અને તેનો મિત્ર જયરાજ ભૂપતભાઇ મકવાણા (ઉં.વ.૧૯) બંને રાતે રેલનગરમાં યોજાયેલી ભાગવત કથાના લોકડાયરામાં ગયા હતાં. ત્?યાંથી પરત ઘરે આવતાં હતાં ત્?યારે ખોખડદડના પૂલ પાસે તૂફાન ગાડીના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને મિત્રો ફંગોળાઇ ગયા હતાં. અકસ્?માત સર્જી ગાડી મૂકી ચાલક ભાગી ગયો હતો. ગંભીર ઇજા પામનાર પાર્થ બાલાસરાનું મોત નીપજ્?યું હતું. જ્?યારે તેના મિત્ર જયરાજ મકવાણાને ઇજા થતાં ખાનગી હોસ્?પિટલમાં ખસેડાયો હતો. મૃત્?યુ પામનાર પાર્થ માતા-પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. તે સ્?પર્ધાત્?મક પરીક્ષાની તૈયારી કરતો હતો. જ તેણે પોલીસ ભરતીની પરીક્ષા આપી હતી. યુવાન દીકરાના મોતથી પરિવારમાં કલ્?પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
