બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમય થી વોલ્ટેજ વધઘટ ના કારણે વીજ ઉપકરણો ઉપડતા ન હોવાની ફરિયાદ રામનગર વિસ્તારના રહીશો દ્વારા થવા પામી હતી
જેને લઈ રામનગર વિસ્તારના રહીશો દ્વારા વીજ કચેરીમાં સમસ્યાઓ નું નિવારણ લાવે તેવી માંગ કરી હતી ધારાસભ્ય દ્વારા પણ આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જેને લઇને ધારાસભ્ય એ વિજ કચેરી ના કાર્ય પાલક ઇજનેર ને પ્રશ્ન નો વહેલી તકે હલ કરવા કહ્યું હતું તેને પરિણામે વિજ કચેરી દ્વારા નવું ટીસી ઊભું કરવામાં આવતા હવે પ્રશ્ન નો નિરાકરણ આવતા રહીશોએ ધારાસભ્ય અને વિજઅધિકારીનો આભાર વ્યક્ત કર્યો અને અલીપુરા રામનગર સોસાયટીના રહીશોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


