Gujarat

માણાવદરના હડમતાળી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી થશે

માણાવદર થી બે કિમી દૂર આવેલા સુપ્રસિદ્ધ એવા હડમતાળી હનુમાન મંદિરે આ વર્ષે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી થશે મહંતશ્રી બાલકદાસ ગુરુ ગંગામુનીબાપુ ના સાનિધ્યમાં તા.૧૬-૪-૨૦૨૨ શનિવારે હનુમાન જયંતીના પવિત્ર પાવન દિવસે સવારે ૭:૩૦ કલાકે પૂજન અર્ચન,૧૦:૩૦ કલાકે મહાપ્રસાદ નો પ્રારંભ થશે, હનુમાન જયંતિ ના પાવન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે મુકેશભાઈ મલ્કાન સૌરાષ્ટ પ્રાંત સંઘ સંચાલક, રમેશભાઈ ધડુક સંસદ સભ્ય, જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય, હેમાબેન આચાર્ય માજી આરોગ્ય મંત્રી, રાજુભાઈ દોશી રાજુ એન્જિનિયરિંગ, સંજયભાઈ કોરડીયા અગ્રણી ઉદ્યોગપતિ, ખાસ ઉપસ્થિત રહેશે હનુમાન જયંતીના પાવન દિવસે આ પ્રસિદ્ધ જગ્યામાં સૌરાષ્ટ્રના જુદા જુદા ગામેથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે હનુમાન જયંતી મહોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવે છે માણાવદર હડમતાળી હનુમાન મંદિરનાં મહંત બાલકદાસ દ્વારા હનુમાન જયંતી મહોત્સવ પ્રસંગે ભાવિક ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો છે
રીપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *