નવસારી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક રાશન આપવાની શરૂઆત થઇ હતી. જેના ભાગરૂપે થોડા સમય માટે રાશન બંધ થયા બાદ ફરિવાર તેના વિતરણની શરૂઆત થઇ છે. જેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા આજે બુધવારે નવસારીના લુન્સિકુઈ ખાતે ભાજપ સંગઠનના આગેવાનોની હાજરીમાં બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને અનાજની કીટ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં કુલ ૯ લાખ ૨૧ હજાર લોકો પાસે રેશનકાર્ડ છે. જે પૈકી કુલ ૧ લાખ ૮૭ હજાર લોકોને રેશનકાર્ડ દ્વારા હાલમાં નિશુલ્ક રીતે અનાજ મળી રહ્યું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો કુલ ૨૯ હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ આપવાની શરૂઆત બુધવારથી થઇ છે. જેમાં રેશનકાર્ડ ધરાવતા જરૂરિયાતમંદ લોકોને-કુટુંબોને વ્યક્તિદીઠ બે-બે કિલો ઘઉં-ચોખા આપવામાં આવે છે. જેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા નિઃશુલ્ક અનાજની કીટનું વિતરણ કરવાની ફરી શરૂઆત કરવામાં આવી હતી.
