Gujarat

ગળતેશ્વરથી પકડાયેલ રિવોલ્વર રાજકોટમાં આપવાનું બહાર આવ્યું

નડિયાદ
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત ગત ૧૧મી એપ્રિલના અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મહારાજાના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. ત્યારે ગોધરા તરફથી આવતી ટ્રાવેલ્સ લક્ઝરી બસને અટકાવી હતી. આ લક્ઝરી બસમાં પોલીસે તપાસ આદરી હતી. જેમાં સ્લીપર કોચમાં કંડકટરની પાછળની સીટમાં બેઠેલા બે ઈસમો વિશાલ બહાદુર કેવટ (રહે.કરમાતપુરા, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ) અને નરેન્દ્ર પરમિયા પવાર (રહે.અભાલી, તા.ઠીકરી,જિ.બડવાની, મધ્યપ્રદેશ) પાસેથી પોલીસે એક દેશી રિવોલ્વર કિંમત રૂપિયા ૫ હજાર તથા એક મેગઝિન કબ્જે કર્યુ હતું. આ બનાવમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૮ હજાર ૪૯૦ મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ હથિયાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમળીયા ગામે રહેતા જયપાલસિંહ દિગુભા જાડેજાને આપવાના હોવાની કબૂલાત કરી હતી. જેથી આ સમગ્ર ઘટનાની જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ ગંભીરતા પૂર્વક નોંધ લઇ આંતર જિલ્લા કોઓર્ડીનેશન કરી સમગ્ર ઘટના સંદર્ભે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને વાકેફ કર્યા હતા. જેના આધારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે જયપાલસિંહ દિગુભા જાડેજાને? ઝડપી લીધો હતો. આ જયપાલસિંહ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા ૧૦ હજાર તથા ૪ નંગ કારતૂસ મળી ૧૦ હજાર ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ આ ગુનામાં બે હથિયાર અને એક મેગઝીન તથા ચાર જીવતા કારતૂસ પોલીસે પકડી પાડી આમર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.રાજ્યમાં અમુક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગળતેશ્વર પાસેના મહારાજાના નવા મુવાડાની ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી મુસાફરી કરતા બે ઇસમોને દેશી રીવોલ્વર તથા મેગઝિન સાથે સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા. આ હથીયારના પ્રકરણમાં જેના હથિયાર પહોંચાડવાનો હતો તેનું નામ ખૂલતાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ તુરંત આંતર જિલ્લા કોઓર્ડીનેશન કરી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. જેથી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાંચે તે શખ્સને હથીયાર સાથે ઝડપી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *