Gujarat

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી, દારૂના ધંધાર્થીને નડિયાદ જિલ્લા જેલમાં ધકેલ્યો

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ગાળવાની, હેર
ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટાનાઓએ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી એવા વનરાજ પ્રતાપભાઇ ડાંગર, ઉં.વ.૩૦, રહે.જેતપુર, મધુવન સોસાયટી, અંકુર સ્કુલ પાસે, જિ.રાજકોટ વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ દારૂના ધંધાર્થી વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે વનરાજ પ્રતાપભાઇ ડાંગરને પાસા વોરંટની બજવણી કરી, નડિયાદ જિલ્લા જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.
દારૂના ધંધાર્થી વનરાજ પ્રતાપભાઇ ડાંગરનો ગુનાહિત ઇતિહાસઃ
વનરાજ પ્રતાપભાઇ ડાંગર વિરૂધ્ધમાં નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે. (૧) વડીયા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ની ૧૧૧૯૩૦૬૦૨૨૦૧૨૧/૨૦૨૨, પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧,૮૩,
(૨) વિસાવદર પો.સ્ટે. જિ.જુનાગઢ પ્રોહી ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૦૨૧૦૪૦૪/૨૦૨૧, પ્રોહી કલમ ૬૫(ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨).
(૪) જેતપુર સીટી પો.સ્ટે. જિ.રાજકોટ ફ.ગુ.ર.નં. ૧૪૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૮૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪
(૩) જેતપુર સીટી પો.સ્ટે. જિ.રાજકોટ પ્રોહી ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૧૨૬૫/૨૦૨૧, પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨),૮૧ (૫) જેતપુર સીટી પો.સ્ટે. જિ.રાજકોટ સે.ગુ.ર.નં. ૩૦૧૪/૨૦૧૨, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ આમ, દારૂના ધંધાર્થી અને પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે
કરી, અસામાજિક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220414-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *