Gujarat

છોટાઉદેપુરમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની ગળું દબાવી મોત ને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે

ગામની સીમમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરાર પ્રેમી ની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે,પ્રેમિકા ને પામવા પ્રેમી પોતાના પરિવાર અને દુનિયા સામેં બાથ ભીડવા તૈયાર થઈ જાય છે પરંતુ અહીંયા તો ખુદ પ્રેમીએ પ્રેમિકાની જ હત્યા કરી નાખી…ત્યારે આ પ્રેમી પંખીડા વચ્ચે એવું તો શું બન્યું કે પ્રેમીએ પોતાના ભવિષ્યની પણ ચિંતા ન કરી અને પોતાના પ્રેમનું ગળું ઘોટવા મજબુર બની ગયો….જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં..
 છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામના ખૂંદાપીપળા ફળિયાની સીમમાં તારીખ 12 એપ્રિલના રોજ રસ્તાની નજીક એક મહિલાનો મૃતદેહ પડેલો હોવાની વાત વાયુ વેગે પ્રસરી…એકત્રિત થયેલ લોકટોળાં માંથી કોઈએ આ મહિલા ને ચહેરાથી ઓળખી કાઢી કે સનાડા ગામના બામણી ફળિયામાં રહેતા હરસિંગભાઈ રાઠવાની પુત્રી લીલા છે અને તેની જાણ તેના પરિવારને કરવામાં આવી …હત્યા કરાયેલ અવસ્થામાં પોતાની દિકરીનો મૃતદેહ મળી આવતા યુવતીના પિતા હરસિંગભાઈએ રંગપુર પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે હત્યાની ફરિયાદ નોંધાવી..મૃતક લીલા રાઠવાના મૃતદેહને પી એમ માટે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ લીલા રાઠવાના ભાઈ અને તેની માતાનું કહેવું હતું કે લીલા અપરિણીત હતી  અને ના તો તે પોતાની માતા નું માણતી કે ના પિતાની વાત સાંભળતી કે ના ભાઇની..પોતાની મન મરજીથી મન ફાવે ત્યારે કપડા ઠેલાં મા નાખી અને ઘરેથી જતી રહે અને બે ત્રણ મહિનાથી તે ઘરે થી મજુરીએ જાઉં છું તેમ કહીને ગઈ હતી અને પરત ઘરે આવી ન હતી …ફોન આવે ત્યારે તેને ઘરે આવવાનું કહે તો મજૂરીએ છું  કહીને ટાળી દેતી…. અને મંગળવારે લીલાની  હત્યા કરાયેલ લાશ મળી આવી….લીલા ની માતા નું કહેવુ છે કે લીલાનું લગ્ન નથી થયું પરંતુ જાતે કોઈની જોડે જતી રહે બે ચાર દિવસ પછી ત્યાંથી ત્રીજા જોડે જતી રહેતી ત્યારે એણે ક્યાં લગ્ન કર્યા કેવી રીતે ખબર પડે…લીલા ઘરેથી ગઈ ત્યારબાદ કયા છે એ ખબર ન હતી આજે લાશ મળી ત્યારે ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે.
વિઓ:           23 વર્ષની લીલા રાઠવાની હત્યા ની રંગપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ ને લઈ રંગપુર પોલીસની સાથે LCB પોલીસે હત્યાનું પગેરું શોધવા શરૂ કર્યો તપાસનો ધમધમાટ..હુમાન સોર્સિંસ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમની મદદ થી લુલા રાઠવાના ફોનની કોલ ડિટેલ આધારે પોલીસને માહિતી મળી કે મારનાર લીલા રાઠવાના અત્રોલી ગામના ખૂંધાપીપળા ફળિયાના કરશન રાઠવા સાથે પ્રેમ સંબંધ હતા,પોલીસે કરશન રાઠવાની અટકાયત કરી પૂછપરછ કરતા પ્રથમ તો તે કાઈજ કહેવા રાજી ન હતો પરંતુ LCB ની ટીમે યુક્તિ પ્રયુક્તિ થી પૂછ પરછ કરતા કરશન રાઠવાએ પોતાના લીલા રાઠવા સાથેના પ્રેમસંબંધોની કબૂલાત કરી અને પોતેજ પોતાની પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યાની વાતને પણ કબુલ કરી લીધી….લીલા રાઠવા સાથે પ્રેમ થતા કરશન તેને તેની જીવન સંગીની બનાવવા માંગતો હતો અને એટલે તે લીલાને પોતાની સાથે કાઠયાવાડ મજૂરીએ ગયો ત્યાં સાથે લઈ ગયો…..એક સપ્તાહ પોતાની પ્રેમિકાને સાથે રહેતા કરશન ને પ્રેમિકાના લખ્ખણ સારા ન લાગ્યા …લીલા સતત ફોન ઉપર વ્યસ્ત રહેતી….અને તેના ફોન ઉપર સતત અન્ય વ્યક્તિઓના ફોન આવતા ..જેને લઈ પોતાની પ્રેમિકાના અન્ય વ્યક્તિઓ સાથે પણ સંબંધ હોવાનું લાગ્યું ત્યારે કરશને લિલા રાઠવાને સ્પષ્ટ કહ્યું કે હવે આપણે એકબીજા સાથે રહેવાનું છે તું ફોન ઉપર હવે બીજા લોકો સાથે વાત ન કરીશ ..પણ લીલા તેની આ વાતને માન્ય ન રાખી જેને લઈ કરશન તેને હોળીના સમય ગાળામા પરત અંબાલા ગામે મૂકી ગયો …ત્યાર બાદ ફરી 11 મી તારીખે લીલાએ કરશન ને ફોન કરીને છોટાઉદેપુર બોલાવ્યો કે હું એકલી છુ મને લેવા આવ…ત્યારે બાઈક લઈ કરશન છોટાઉદેપુર આવ્યો ત્યારે લીલા અન્ય બે વ્યક્તિઓ સાથે બાઈક ઉપર આવી …અને કરશન તેને બેસાડી ઘરે લઈ જવા રવાના થયો…દરમિયાન ઘરે પહોંચતા પૂર્વે  રસ્તામાં તેઓ બેઠા ત્યારે ફરી લીલા  ફોન ઉપર અલગ અલગ વ્યક્તિઓના ફોન આવતા  કરશને લીલા ને ફરી ફોન ન વાપરવા ની ટકોર કરતા લીલા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે કરશનને મોઢા ઉપર મારતા ઉશ્કેરાઈ ગયેલ કરશને લીલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો..
પોતાની જ પ્રેમીકનું ગળું દબાવી હત્યા નિપજ્યા બાદ પોલીસ ગિરફતમાં  આવેલ હત્યારા પ્રેમી કરશન ના ચહેરા અફસોસ ને બદલે મુસ્કાન જોવા મળી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220414-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *