ન્યુયોર્ક
દુનિયા કોરોનાના કેરથી બહાર આવી જ રહી હતી કે ચીન તેના પાક. સૈન્ય સાથે કોરોના જેવો નવો સ્ટ્રેન(વાઈરસ) બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચીન પોતાની તાકાત બતાવા પાક સૈન્ય ની મદદ લઇ રહ્યું છે.કુખ્યાત વુહાન વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ(ડબ્લ્યૂઆઈવી) અને પાક. સૈન્ય હેઠળ આવતા ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઈઝેશ(ડેસ્ટો) નવો સ્ટ્રેન બનાવી રહ્યા છે. પાક.ની જે લેબમાં આ નવો કોરોના સ્ટ્રેન વિકસિત કરાઈ રહ્યો છે તેની પાસે બાયો સેફ્ટી લેવલ-૪ છે. એટલે કે આ લેબમાં ઘાતક સ્ટ્રેન બનાવી શકાય છે. સિંગાપોર યુનિવર્સિટીના ડૉ. રયાન ક્લૉર્ક કહે છે કે ચીન અને પાક.ના આ બાયો વેપન પ્રોગ્રામ પર જાે આંતરરાષ્ટ્રીય સમુદાયે જલદી રોકની પહેલ ન કરી તો અહીંથી કોરોનાથી અનેક ગણો વધુ ઘાતક વાઈરસ દુનિયા માટે વધુ ઘાતક સાબિત થવાનો છે. તેના પર રોક લગાવવી જાેઈએ. શાંઘાઈમાં ગત એક મહિનાથી ૨.૬ કરોડ લોકો દુનિયાના સૌથી કડક લૉકડાઉનને કારણે ઘરોમાં કેદ છે. વાઈરલ વીડિયોમાં લોકોને પોતાના એપાર્ટમેન્ટની બારીઓમાંથી હેલ્પ-હેલ્પ બૂમો પાડતા સાંભળી અને જાેઈ શકાય છે. તેઓ કહે છે કે તેમની પાસે ખાવા માટે ભોજન પણ નથી. ૧૯૫૩માં માઓએ દુકાળ માટે ગૌરેયા ચકલીને દોષિત માની હતી. ઝીરો સ્પેરોની પોલિસી જારી કરાઈ. જિનપિંગે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે. ચીની અધિકારી પેટ્સને મારી રહ્યા છે. વાઈરલ વીડિયોમાં ડૉગ્સને મારતા જાેઈ શકાય છે.
