મુંબઈ
રણબીર તથા આલિયાએ વાસ્તુ અપાર્ટમેન્ટના ૧૧મા માળે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો તથા મિત્રો હાજર રહ્યા હતા. ૩૮ મહેમાનોની વચ્ચે બંનેએ લગ્ન કર્યાં હતાં. આલિયાએ લગ્નની તથા મહેંદી સેરેમનીની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નને બે દિવસ થઈ ગયા છે, પરંતુ કપલની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં છવાયેલા છે. હવે બંનેના વાસ્તુ અપાર્ટમેન્ટ સ્થિત ઘરની બહારનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ત્રણ કિન્નર જાેવા મળે છે. આ ત્રણેય ન્યૂલીવેડ રણબીર-આલિયાને આશીર્વાદ આપવા તથા પૈસા લેવા આવ્યા હતા. વીડિયોમાં જાેવા મળે છે કે કિન્નરો વાસ્તુ બિલ્ડિંગના ગેટની બહાર ઊભા હોય છે. તેમની આસપાસ ગાર્ડ્સ હોય છે. તેઓ ડાન્સ કરે છે અને રણબીર-આલિયાને આશીર્વાદ આપે છે. વાઇરલ વીડિયોમાં કિન્નર કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે. એમ લાગે છે કે તેમણે શુકનની રકમ અંગે વાત કરી હતી. રણબીર કપૂરે ચોક્કસ અમાઉન્ટ ઑફર કરી હતી, પરંતુ કિન્નરોએ ત્રણ ગણી રકમ માગી હતી. તેથી રણબીરના સિક્યોરિટી ગાર્ડ્સ પૈસાનું કવર પરત લઈ ગયા હતા. રણબીર કપૂરે ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. જાેકે, કિન્નરોએ આ રકમ લેવાની ના પાડી હતી. રણબીરે ૯૦ હજાર રૂપિયા પછી આપ્યા હતા.


