આવીને મને ઘણો આનંદ થયો’અને સંબોધનને જનમેદનીએ ઉમેળકાભેર વધાવ્યુ
જામનગર તા. 19 એપ્રિલ, આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે. આ મુલાકાત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નામે છે. ગુજરાત રાજ્યમાં આવીને મને ઘણો આનંદ થયો છે તેમ મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવિન્દ જુગનાથે તેમના સંબોધનના પ્રારંભે ગુજરાતી ભાષામાં જણાવ્યું હતું.
જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત મોરેશિયસના વડાપ્રધાનશ્રીના ગુજરાતી ભાષાના સંબોધનને ઉપસ્થિત જનમેદનીએ ઉમળકાભેર તાળીઓના ગળગળાટથી વધાવ્યુ હતું.
