કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે નિર્ણય
ભર ઉનાળે થયેલા કમોસમી વરસાદના આગાહીના પગલે જેતપુરના ખેડૂતો મશકેલીમા મૂકાયાં છે. કમોસમી વરસાદના પગલે કપાસ,મગ,ચણા, સહિતના પાકમાં ભારે નુકશાની જઈ શકે છે. આ સિવાય રાયડા સહિતના પાકમાં પણ નુકશાની જશે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે આજ રોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક કમોસમી છાંટા પડ્યા હતા..
હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી વરસાદ-માવઠા થવાની સંભાવના હોવાથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ,કપાસ સહિતની ખરીદી સ્થગીત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે તંત્રને સતર્ક અને સાવચેત સાથેની તમામ સૂચનાઓ હતી પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે મગફળીનો પાક નષ્ટ થયો છે. આગાહી હોવા છતાં પણ તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચાવવા માટેની કોઈ તૈયારીઓ કરાઇ ન હોય તેવું સામે આવ્યું છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને તેમના તૈયાર મોલનો પૂરતો ભાવ પણ હવે નહિ મળે તેવું ખેડૂતોએ પણ જણાવ્યું હતું.
હાલમાં ખેડુતો મગફળી અને અન્ય જણસોની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા બે દિવસ હવામાનમાં પલટો જોવા મળતા કમૌસમી વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ પુરતા તકેદારીના ભાગરૂૂપે આ ખરીદી સ્થગીત રાખવામાં આવેલ છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ અગાહીના પગલે જણસો વેચવા આવતા ખેડુતોની જણસો અને યાર્ડમાં પડેલ ખેતરપેદાશો પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરરૂપે તારીખ 21 અને 22 ખરીદી બંધ રખવામાં આવી શે.તેમજ ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે તે પણ સ્થગિત રાખવામાં આવી છે.વરસાદી વાતાવરણ હશે તો હજુ પણ ખરીદી બંધ રાખવામાં આવશે અને વાતાવરણ ચોખ્ખુ થયે પુન: ખરીદી શરૂ કરવામાં આવશે.
હરેશ ભાલીયા જેતપુર


