નવીદિલ્હી
ભારત દેશમાં કારને વધુ સુરક્ષિત કરવા અને અકસ્માતની ઘટનાઓને ઘટાડવા માટે સરકાર કડક ર્નિણય કરવા જઈ રહી છે. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ એક કડક ર્નિણય કરવા જાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલિક વાહન બનાવતી કંપનીઓના વિરોધ હોવા છતા સરકાર ભારતમાં વેચનાર તમામ પેસેન્જર કારમાં ૬ એરબેગ્સ ફરજિયાત કરાશે. કારમાં સુરક્ષા મામલે સરકાર કોઈ રિસ્ક લેવા ઈચ્છતી નથી. આ મામલે સરકાર કોઈ કડક ર્નિણય કરવા જઈ રહી છે, અને ટૂંક જ સમયમાં નોટિફિકેશન પણ જાહેર થશે. ભારત સરકારે જાન્યુઆરી ૨૦૨૨માં ગાઈડલાઈન્સ માટેનો એક ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. ૧ ઓક્ટોબરથી તમામ કારમાં ૬ એરબેગ ફરજિયાત થશે. જેમાં ૪ મુસાફર એરબેગ અને ૨ કર્ટન એરબેગ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૨માં આ ર્નિણય લેવાનો હતો, પરંતુ સરકાર વાહન બનાવતી કંપની પાસેથી ફિડબેક લઈ રહી છે. આ મામલે કંપનીઓએ કહ્યું કે, જાે સરકાર તમામ ગાડીમાં ૬ એરબેગ ફરજિયાત કરશે તો નાની ગાડીઓ મોંઘી થશે. જેના કારણે સસ્તી કાર ખરીદવાનું વિચારતા ગ્રાહકોને કોઈ વિકલ્પ નહી મળે. ભારત સરકાર મુજબ જાે તમામ કારમાં એરબેગને ફરજિયાત કરાય તો ગાડીની કિંમતમાં ૫૭૨૦ રૂપિયાનો વધારો થશે. જાેકે ઓટો માર્કેટ ડેટા પ્રોવાઈડર મુજબ કારની કિંમતમાં ૧૭,૬૨૦ રૂપિયાનો વધારો થાય તેવો અનુમાન છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીઓ કિંમતમાં વધુ પ્રમાણમાં વધારો કરીને જણાવી રહી છે. મંત્રાલયે એરબેગના નિર્માતાઓ સાથે વાત કરી છે, કંપનીઓને ઘરેલૂ સ્તરે એરબેગ બનાવવા માટેના પણ આદેશ અપાયા છે. તેમણે કહ્યું કે, કેટલિક કંપનીઓ ભારતથી એક્સપોર્ટ થનારા વાહનોમાં વધુ એરબેગ આપે છે. જ્યારે ભારતમાં એજ ગાડીમાં એરબેગની સંખ્યા ઘટાડવામાં આવે છે. સાથે જ કારના ટોપ મોડલમાં ૪ એરબેગ અપાય છે. વાહન બનાવતી કંપનીઓને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી ૬ એરબેગ આપવા જાેઈએ. સરકાર ફરજિયાત ન કરે તો પણ કંપનીઓએ સામેથી આવીને એરબેગ આપવા જાેઈએ. સરકારને આ નિયમ એટલા માટે લાવવો પડી રહ્યો છે કે, વાહન બનાવતી કંપની ઓપોતા પોતાની કારની સાથે સેફ્ટી ફિચર આપતી નથી. ભારતમાં છેલ્લા એક વર્ષમાં ૩૯ હજાર લોકોના એક્સિડેન્ટમાં મોત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને માથાના ભાગે ઈજા થઈ હતી. જાે કારમાં એરબેગ હોત તો લોકોના જીવ બચી શકતા હતા.દેશમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓને ધ્યાને રાખી સરકાર નવો ર્નિણય લેવા જઈ રહી છે. ભારત સરકાર કેટલાક વાહન બનાવતા પેસેન્જર વાહનમાં ૬ એરબેગ ફરજિયાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે ટૂંક જ સમયમાં મંત્રાલય નોટિફિકેશન જાહેર કરશે.
