Delhi

ટેસ્લા કંપનીના એલોન મસ્ક ટ્‌વીટરના માલિક બન્યા

નવીદિલ્હી
ટિ્‌વટરને ખરીદવા માટે એલન મસ્કે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આ અગાઉ પણ એલન મસ્ક ટ્‌વીટરમાં ૯.૨ ટકાના ભાગીદાર રહી ચૂક્યાં છે. તેઓ આ ડીલ પહેલાં જ ટિ્‌વટરમાં પોતાની ૯.૨ ટક્કાની હિસ્સેદારી ધરાવે છે. ટિ્‌વટરના સૌથી વધુ ૧૦.૩ ટકા શેર એસેટ મેનેજમેન્ટ કંપની વેનગાર્ડ ગ્રુપની પાસે છે. સાઉદી અરબના પ્રિન્સ અલ-વલીદ બિન તલાલની પાસે અંદાજે ૫.૨ ટકા શેર છે. તેમણે પહેલા એલન મસ્કની રજૂઆત ફગાવી દીધી હતી. જાેકે, હવે ટિ્‌વટરના બોર્ડે મસ્કનીઆ રજૂઆતને મંજૂરી આપી દીધી છે. ટિ્‌વટર ખરીદ્યાં પછી એલન મસ્કે ફ્રી સ્પીચ એટલેકે, વાણી સ્વાતંત્ર્યને લઈને પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. મસ્કે ટિ્‌વટ કરીને જણાવ્યું હતુંકે, વાણી સ્વાતંત્ર્ય લોકશાહીનો પાયાનો પથ્થર છે. ટિ્‌વટર એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ભવિષ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ટિ્‌વટરને વધુને વધુ ફ્રેન્ડલી અનો લોકઉપયોગી બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. એલન મસ્કને ટિ્‌વટર ખરીદવા માટે ૪૪ બિલિયન ડૉલર એટલેકે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડથી વધારે રૂપિયા ખર્ચવા પડ્યાં છે. ઘણાં સમયથી મસ્ક ટિ્‌વટરને ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં. જાેકે, તે શક્ય બન્યુ નહોતું. આ વખતે પણ એવું લાગતું હતું કે, કદાચ અંતિમ મિનિટોમાં કરાર રદ થઈ જાય. જાેકે, એવું બન્યુ નહીં. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે તેમણે ટિ્‌વટરને ખરીદવા માટે ૪૬.૫ અબજ ડૉલર ફન્ડિંગની વ્યવસ્થા કરી લીધી છે. પણ આખરે આ ડીલ પાર પાડવામાં આવી છે. ટેસ્લા કંપનીના માલિક અને જાણીતા અમેરિકન અબજપતિ એલન મસ્કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ્‌ુૈંંીિ ને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદી લીધું છે. આ ડીલ સાથે જ હવે તેઓ ટ્‌વીટરના નવા માલિક બની ગયાં છે. ટિ્‌વટરે એલોન મસ્કને ૪૪ બિલિયન ડોલરમાં કંપનીના વેચાણની પણ સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે.

Elon-Musk.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *