અમેરિકા
રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમ્યાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટી ને યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે લગભગ ૩ કલાક સુધી રૂબરૂ વાત કરી. આ પછી મીડિયાના પ્રતિનિધિઓને કહ્યું, ‘યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં જીતવા માંગે છે અને અમે તેને વિજયી કરવા માંગીએ છીએ. આ અમારી માનસિકતા છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટીને કહ્યું, “જીતવાનું પ્રથમ પગલું એ વિશ્વાસ છે કે તમે જીતી શકો છો.” યુક્રેનના રાષ્ટ્રપતિ અને તેની જનતાએ પણ પોતાના પર આ વિશ્વાસ દર્શાવ્યો છે. તેથી જ ઝેલેન્સકી હવે વધુ ટેન્ક, આર્ટિલરી અને અન્ય શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કારણ કે લડાઈનું સ્વરૂપ વ્યાપક બની ગયું છે.’ તેમણે કહ્યું, ‘અમે પણ માનીએ છીએ કે તેઓ જીતી શકે છે. જાે તેમની પાસે યોગ્ય સાધનો હોય, યોગ્ય સમર્થન હોય. અને અમે જે કરી શકીએ તે બધું કરીશું. અમે યુક્રેનને એક સાર્વભૌમ દેશ તરીકે જાેવા માંગીએ છીએ. એક લોકશાહી દેશ, જે તેના સાર્વભૌમ પ્રદેશનું રક્ષણ કરવા સક્ષમ છે. રશિયા તેના ઉદ્દેશ્યોમાં નિષ્ફળ રહ્યું છે, જ્યારે યુક્રેન સફળ થયું છે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકને કહ્યું, ‘જ્યારે યુદ્ધના ઉદ્દેશ્યોની વાત આવે છે, ત્યારે રશિયા આમાં સ્પષ્ટ રીતે નિષ્ફળ થઈ રહ્યું છે. તે યુક્રેનને સંપૂર્ણપણે તાબે કરવા, તેની સાર્વભૌમત્વ છીનવી લેવા, તેની સ્વતંત્રતાનો નાશ કરવા માંગતા હતા. પરંતુ તે આજ સુધી આમ કરી શક્યા નથી. સાથે જ યુક્રેન પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવામાં સફળ રહ્યું છે. અમેરિકી મંત્રીઓએ કહ્યું કે તેઓ રશિયાને એટલા નબળું જાેવા માંગે છે કે જ્યાં તે યુક્રેન પર હુમલા જેવા પગલાં ન લઈ શકે. બંને નેતાઓએ વોલોડીમિર ઝેલેન્સ્કી અને તેમના સલાહકારોને કહ્યું કે યુએસ ટૂંક સમયમાં યુક્રેનને ઇં૩૦૦ મિલિયનથી વધુની સહાય આપશે. આ સાથે ૧૬૫ મિલિયન ડોલરના દારૂગોળાના વેચાણને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમેરિકન રણનીતિના ભાગરૂપે યુક્રેન માટે જંગી સમર્થન મેળવવા અને રશિયા સામે ભારે દબાણ લાવવાનો પ્રયાસ છે. આ પ્રયાસોને ૩૦ થી વધુ દેશોનું સંયુક્ત સમર્થન મળી રહ્યું છે.


