Gujarat

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી

*ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી.*

*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર કચ્છ નાં જીલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવા અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોંગ્રેસની કારોબારી સમિતી દ્વારા પ્રવૅતમાન કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ સરકારશ્રી ની નબળી કામગીરી સામે ઠરાવ પસાર કરી ગુજરાત સરકાર નાં રાજ્યશ્રી ને પત્ર મોકલાયો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો સવૅશ્રી ડો.હેમાગ વસાવડા, શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, મુકેશભાઈ ચાવડા, ભાગૅવભાઈ પઢીયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ મહિલા કોંગ્રેસ ના હોદ્દેદારો કલ્પનાબેન જોષી કચ્છ. નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, સહારાબેન મકવાણા, દશૅના જોષી, પૂજા નકુમ, પ્રિતીમાબેન વ્યાસ, નીતાબેન પરમાર, હિરલબેન રાઠોડ શહેર/જીલ્લાનાં પ્રમુખો મનિષાબા વાળા, રંજનબેન ગજેરા, ગીતાબેન પરમાર, મધુબેન બારૈયા, શોભનાબેન ગોવિંદિયા, ઈલાબા, છાયાબેન તથા મહિલા કોંગ્રેસ ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0055-0.jpg IMG-20200728-WA0059-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *