Gujarat

બે વર્ષથી નાસતો ફરતો આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો

પાલનપુર
બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટના ગુનાનો આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. જેને બનાસકાંઠા એસઓજી પોલીસે ધાનેરા નજીકથી ઝડપી પાડ્યો છે. રાજેસ્થાનના સાંચોરનો રહેવાસી આરોપી અશોક ભાટ સામે મારામારી અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો હતો. છેલ્લા બે વર્ષથી આ આરોપી નાસતો ફરતો હતો. જેને બનાસકાંઠા એસઓજીએ ઝડપી સ્થાનિક પોલીસને સોંપ્યો છે. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બનાસકાંઠા એસ.ઓ.જી સ્ટાફના હેડ કોન્સટેબલ હસમુખ, વિષ્ણુજી તથા અ.પો.કોન્સ નરભેરામ તથા આ.પો.કોન્સ પરસોત્તમ વિ. પોલીસ સ્ટાફ સાથે નેનાવા ધાનેરા મુકામેથી બાતમી હકીકત આધારે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ આર્મ્સ એક્ટ મુજબના આરોપી અશોકકુમાર આદુરામ ઉર્ફ આયદાનભાઈ જાતે ભાટ રહે ઇન્દ્રા કોલોની તાલૂકા સાંચોર રાજસ્થાન વાળાને નેનાવા ધાનેરા મુકામેથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

SOG-police-nab-accused-in-Dhanera.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *