Gujarat

સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા સામે ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

*સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા સામે ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.*

*રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી આ નિર્ણય અમલી થશે. તેવી જાહેરાત કરી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દંડ પહેલા ૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ન પહેરી લોકો વારંવાર તેનો ભંગ કરતા હોવાથી સરકારે દંડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ૧ ઓગસ્ટથી તમે માસ્ક પહેર્યા વગર નીકળશો અથવા તો જાહેરમાં થૂંકશો તો તમારે ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *