Gujarat

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ નાં વિરોધમાં આજરોજ પાવીજેતપુર ખાતે રેલી યોજી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ૨૦ એપ્રિલ નાં રોજ રાત્રીના સમયે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં રાજ્યભરમાં ઠેર ઠેર આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાવીજેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમજ યુવાનો તથા દલિત સમાજના આગેવાનો દ્વારા રેલી યોજી પાવીજેતપુર તાલુકાના મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
પાવીજેતપુર તાલુકાના આગેવાનો તેમજ કોંગ્રેસ સમિતિ નાં કાર્યકરો દ્વારા રેલી યોજી પાવીજેતપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે કે રાજ્યપાલ તેમજ ગુજરાત સરકાર પાસે દલિત સમાજના લોકોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં દલિત સમાજના આગેવાન તથા બોડેલી બાર એસોસીએશન નાં પ્રમુખ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી ને વહેલી તકે આસામ પોલીસ છોડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220429-173122_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *