Gujarat

છોટાઉદેપુર વન વિભાગ નો મહત્વનો નિર્ણય વિનામૂલ્યે  આદિવાસી સમાજના લોકોને વાંસ વિતરણ કરવામાં આવ્યા લોકો એ ખૂશી વ્યક્ત કરી

છોટાઉદેપુર વન વિભાગ ની અલગ- અલગ રેંજો જેવી કે છોટાઉદેપુર રેંજ રંગપુર  ,ડોલરીયા,કવાંટ ,જેતપુર પાવી,પાનવડ, બોરીયાદ,નસવાડી અને બોડેલી રેંજ મા જુદી -જુદી વન મંડળીઓને વાંસ સુધારણા યોજના હેઠળ 2021-22 .મા વન મંડળી ના સભ્યો અને ગ્રામજનો ને જેને ખાસ જરુરીયાત હોય તેઓ ને વાંસ કટીંગ મંડળી દ્વારા કરી વિના મૂલ્યે વિતરણ કરવા મા આવી રહ્યા છે .જેમા કેવડી વન મંડળી ને 20000 નંગ વિતરણ કરેલા હતા  આજે ભીલપુર ગ્રામ વન વિકાસ મંડળી ને આજરોજ નાયબ વન સંરક્ષક શ્રી વિ.એમ.દેસાઇ સાહેબ તથા મદદનીશ વન સંરક્ષકશ્રી કે.એમ બારીઆ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુર એન.સી રાઠવા તથા ભીલપુર વન મંડળી ના પ્રમુખ ની ઉપસ્થિતિ મા ભીલપુર વન મંડળી ને
13800 જેટલા વાસ વિતરણ કરવા મા આવ્યા. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 300000 લાખ વાંસ વિતરણ કરવા ના છે. વનો નો  વિકાસ સાથે વનો નુ રક્ષણ અને જતન કરતા સભ્યો અને ગ્રામજનો ને લાભ આપી રોજગારી આપવા મા આવી રહેલ છે.અને વનો માથી આવક મેળવી પગભર બની રહ્યા છે.ભવિષ્ય મા પણ વાંસ મફત  વિતરણ કરવા નુ આયોજન કરવા મા આવી રહેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220429-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *