Gujarat

 સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે  દેવ પિતૃ કાર્ય શની અમાસ નિમિતે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યો.

હાર્દિક કાનાબાર પ્રાચી
ચૈત્ર માસ દરમિયાન અઢી લાખ થી વધુ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું..
આજના પાવન દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા પિતૃ તર્પણ કરવામાં આવ્યું…
અહીંયા છે મોક્ષ પીપળો લોકો 108 પ્રદીક્ષિણા કરી રેડે છે પાણી
– રાષ્ટ્રપિતા ગાંધીજી બાપુ સાથે કસ્તુરબા  પણ લઈ ચુકીયા છે મુલાકાત…
પ્રાચી તીર્થ..
 કહેવાય છે કે સો વાર કાશી એક વાર પ્રાચી એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ માં દેવ પિતૃ કાર્યો શની અમાસ નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ  મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી શંખ્યાં મા યાત્રાળુઓ  નો ઘસારો જોવા મળ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી માં બિરાજતા શ્રીમાધવરાયજી પ્રભુ તેમજ રુક્ષમણીજી નું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ   છ શિવ મંદિરો આવેલા છે પ્રાચી તીર્થ    મા પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીકો ઓ પ્રાચી તીર્થ માં આવી  પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ માં પવિત્ર સ્નાન કરી  મોક્ષ પીપળે પાણી રેડી વિધિ વત પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપી શ્રી માધવરાયજી ના દર્શન કરીધન્યતા અનુભવે છે.
પ્રાચી તીર્થ માં આ પિતૃ માસ  માં યાત્રીકો મોટી સંખ્યા માં જોવા મળે છે જેમાં  ચૈત્ર મહિના માં.  ભાદરવા મહિના માં.અને કારતક, અને શ્રાવણ માસ મહિના માં  દૂર દૂર થી લોકો આવી અહીંયા  પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા વિધિ વત પિતૃ કાર્ય કરાવે છે.
ચૈત્ર માસ મહિના માં પિતૃ કાર્ય નું મહત્વ વધારે હોવાથી છેલ્લા  બે વર્ષ થી  કોરોના ના કારણે લોકડાઉન હોવાથી આ વર્ષે  અઢી લાખથી વધુ યાત્રાળુઓને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આજે દેવ પિતૃ કાર્ય અમાસ ના પાવન દિવસે ભારત ભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પિતૃઓ ના આત્માની શાંતિ માટે અહીં આવે છે અને પિંડ દાન કરી દાન દક્ષિણા કરી પુણ્ય નું ભાથું બાંધ્યું છે. આ તીર્થ માં નારાયણ બલી.,પ્રેત બાલી, નાગ બાલી, તીર્થ શ્રાદ્ધ ,વગેરે પિતૃકાર્ય થાઈ છે. આ માસ દરમિયાન યાત્રી ઓનો ઘસારો વધુ રહેવા થી બ્રહ્મ સમાજ,સાધુ સમાજ, તેમજ નાના મોટા  ધંધા દારી ઓને સારી આવક  થતી હોવાથી ગામે ગામ થી ધંધો રોજગાર કરવા આવે છે
આ તીર્થ માં બહાર થી પધારેલા યાત્રીકો ઓ ને મોક્ષ પીપળે પાણી રેડવા માટે સાધુ સમાજ તેમજ બ્રહ્મસમાજ દ્વારા પાણી ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે વધુ માં વાત કરીયે  તો અહીં ભગવાન શ્રી કૃષ્ણે 56 કોટી યાદવો નો ઉધાર કરિયો હતો તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા કસ્તુરબા પણ સાથે યાત્રા કરી ગયા હતા તેમજ સરસ્વતી નદી કિનારે બિરાજમાન મધવરાયજી  છે દેવ પિતૃ કાર્ય માસ નિમિત્તે  મોટી સંખ્યામાં યાત્રિકોએ  દર્શન કરી ધન્યતા અનુભવે છે આજના પાવન દિવસે આખો દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે
 અને સાથે સાથે ટ્રાફિક પણ અહીં જોવા મળે છે સુત્રાપાડા પી.આઈ.એસ હેરમાસાહેબ અને તેમની ટીમ દ્વારા ટ્રાફિક સુંદર કામગીરી કરવામાં આવી હતી.

IMG-20220430-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *