મહેસાણા
જાેટાણા તાલુકામાં આવેલા મુદરડા ગામે દ્વારકેશ પાર્લર ચલાવતી મહિલાની દુકાને ગામમાં રહેતો ઠાકોર મંગાજી કેસાજી નામનો શખ્સ મહિલા પાસે ઉધારમાં મસાલો તમાકુ માગી હતી. જેથી દુકાન ચલાવતી મહિલાએ ઉધારમાં મસાલો તમાકુ આપવાની ના પાડતા ઠાકોર મંગાજી ઉશ્કેરાઇ જઇ મહિલાને ગાળાગાળી કરવામાં લાગ્યો બાદમાં દુકાન પાસે પડેલ પથ્થરનો બ્લોક મહિલાના માથાના ભાગે મારી નીચે પાડી દીધી હતી. બાદમાં મહિલાને ગરદાપાટુંનો માર મારવા લાગ્યો હતો. આસઆસના માણસો આવી જતા હુમલો કરનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહેસાણા જિલ્લામાં આવેલા જાેટાણા પંથકના મુદરડા ગામે નજીવી બાબતે ગામનાજ શખ્સ ઉધાર મસાલો લેવા મામલે પાર્લર ચલાવતી મહિલા સાથે માથાકૂટ કર્યા બાદ મહિલા પર પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. સમગ્ર મામલે મહિલાએ હુમલો કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજા પામનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેમજ હુમલો કરનાર ઠાકોર મંગાજી કેસાજી વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
