જુનાગઢ જિલ્લાના માંગરોળમાં અતિ પૌરાણિક હીંગળાજ માતા મંદિર ખાતે ચૈત્રી અમાસ હિંગળાજ માતાજી પ્રાગટય દીવસે પાટોત્સવ ની ઉજવણી ધામધૂમથી કરવામા આવી… ચૈત્રી અમાસ ના દિવસે માં હીંગળાજ નુ પ્રાગટ્ય બલુચિસ્તાન મા થયુ હતુ અને ત્યાથી માંગરોળ પધારેલ હતા તેથી દર વર્ષે આજના દિવસે ખુબજ શ્રદ્ધાભેર અને ધામધૂમ થી ઉજવણી કરવા આવે છે ત્યારે આ પાવન દિવસે મહંતશ્રી દિનેશગીરી બાપુ તેમજ મહંતશ્રી તરુણગીરી બાપુ દ્વારા સવારે અને સાંજે મહાઆરતી તેમજ રાત્રે માતાજી ના બેઠા ગરબા સ્તુતિ નુ તેમજ પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા માંગરોળ ધુન મંડળો ના ભજન કલાકારો દ્વારા માતાજી ના ગરબા અને સ્તુતિ રજુ કરી સમગ્ર વાતાવરણ નવરાત્રી જેવુ ભક્તિમય બનાવ્યુ હતુ. કોરોના મહામારી મા અવસાન પામેલ હીંગળાજ પરિવારના માતૃશ્રી તેમજ બહેન શ્રી ને તેમજ ગરબાના કલાકાર ભરતભાઈ શુક્લજી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાન વિનુભાઈ મેસવાણીયા. પ્રકાશભાઈ લાલવાણી, પ્રફુલભાઈ નાંદોલા પંકજભાઈ રાજપરા, મહેશભાઈ ઘેરવડા. બજરંગ દળ ના ધવલભાઈ પરમાર, વરિષ્ઠ પત્રકાર ગુણવંતબાપુ સુખાનંદી, બાર એસોસિએશન પ્રમુખ કિશનભાઇ પરમાર, નગરસેવક રાજુભાઈ જોષી, વેપારી અગ્રણી હરીશભાઈ રુપારેલીયા, પરેશભાઈ જોષી સહિત વેપારીઓ આગેવાનો તેમજ બહોળી સંખ્યા માઈ ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનુ સંચાલન નગર સ્વર રમેશભાઇ જોષી એે કરેલ હતુ,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા .માંગરોળ


