Gujarat

૧ વર્ષ માટે સરકારે નવી શૈક્ષણિકનીતિમાં ઢીલ મુકવા સંચાલક મંડળની માંગ

અમદાવાદ
જૂન-૨૦૨૨થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી ધો.૧માં પ્રવેશ માટેની લાયકાત ૬ વર્ષ કરવાનો સરકાર દ્વારા ર્નિણય લેવાયો છે. આ ર્નિણય બાદ સંચાલક મંડળને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ધો.૧ના પ્રવેશને લઈને રજૂઆતો મળી હતી.જેને લઇને સંચાલક મંડળ દ્વારા સરકારમાં એક વર્ષની છુટ આપવા માગ કરાઇ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પણ આ અંગે જાણ કરી છે.નવી શિક્ષણ નીતિ મુજબ જુન ૨૦૨૨થી ૬ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધો.૧માં પ્રવેશ ફાળવવામાં આવનાર છે. જાેકે, આ વચ્ચે સંચાલક મંડળે એક વર્ષ માટે મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ નીચેના વર્ગોમાં પ્રવેશ આપવા દેવાની છૂટ માટે માંગણી કરી છે. કોરોના કાળમાં બાળકો જૂનિયર કેજી અને સિનિયર કે.જી.યોગ્ય રીતે ભણી શક્યા ન હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકો મોટા થઈ ગયા હોવા છતાં પાયો કાચો ન રહે તે માટે જુનિયર કે સિનિયરમાં પ્રવેશ અપાવવા માંગે છે. જેથી તેમના માટે માત્ર એક વર્ષ પુરતો મોટી ઉંમરના બાળકોને પણ નીચેના વર્ગોમાં પ્રવેશની છૂટ આપવા માંગણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *