Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ તુષ્ટિ મારફત આંગણવાડીના લાભાર્થીઓને પોષણ વાટિકાનું વિતરણ

જામનગર: સરકારશ્રી તથા નયારા એનર્જીના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ.આર. એન્ડ ટી. ઈન્ડિયા ફાઉન્ડેશન,દિલ્હી)દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ અને એનિમિયા મુક્ત કરવા તથા લોકોના જીવન ધોરણને ઉંચુ લાવવાના પ્રયાસ રૂપે ગત વર્ષે પોષણ વાટિકાનું જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જાડેજા સાહેબના હસ્તે શુભારંભ કરવામાં આવેલ હતું જે સફળ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગના સહયોગથી આંગણવાડી પર તથા લાભાર્થીઓને આંગણે પોષણ વાટિકા ભાગ -2 માં બીજી 1000 કિટનુ વાવેતર તથા વિતરણ કરવામાં આવેલ, ખંભાળિયા ખાતે તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી, પ્રજ્ઞાબેન રાવલના હસ્તે શુભારંભ કરવામાં આવેલ, આંગણવાડી કેન્દ્રો, બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓના આંગણે પોષણ વાટિકાનું વિતરણ તથા વાવેતર કરવામાં આવેલ જેમાં વિવિધ બિયારણ, વૃધ્ધિ માટેની ઓર્ગેનિક દવા, માહિતી પુસ્તિકા તથા વાનગી પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવેલ.

1c401596-c8dd-4750-98e4-1d7b5ffaf3c7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *