સુપર મોડેલ અને અભિનેત્રી એશ્રા પટેલ સામે થયેલ એટ્રોસીટીની ફરિયાદમાં હાઇકોર્ટનો અટકાયત ઉપર મનાઈ હુકમ, એશ્રા પટેલ સહિત 8 લોકો સામે 26મી એપ્રિલે સંખેડા પોલીસ મથકમાં નોંધાઇ હતી એટ્રોસીટી ની ફરિયાદ, ગત 24 મીએ સંખેડાના કાવીઠા ગ્રામસભામાં સરપંચ ,સરપંચ પતિ અને પુત્ર સાથે થઈ હતી બબાલ, એશ્રા પટેલે સરપંચ પતિ સામે ઓઢણી ખેચી નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યાની નોંધાવી હતી ફરિયાદ , બે દિવસ બાદ મહિલા સરપંચ દ્વારા એશ્રા પટેલ સહિત 8 લોકો સામે એટ્રોસીટી સહિત કરી હતી ફરિયાદ, અગાઉ પણ પંચાયતની ચૂંટણી આ દિવસે એશ્રા પટેલ સહિત 12 લોકો સામે સરપંચ ના પતિએ કરી હતી ફરિયાદ,
એશ્રા પટેલને તે વખતે પણ હાઇકોર્ટ તરફથી મળી હતી રાહત, ફરી ફરિયાદ થતા હાઇકોર્ટમાં કરી હતી રાવ, 30/09/2022 ના રોજ ફરિયાદી ને હાજર રહેવાની હાઇકોર્ટની નોટિસ,
પોલીસ તપાસ ચાલુ રાખવા સાથે એશ્રા પટેલ સહિતના 8 લોકોની અટકાયત ઉપર પણ હાઇકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ . હું મારા ગામના ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ માટે હંમેશા કાર્યરત રહીશ;એશ્રા પટેલ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


