ઊના ભાવનગર રોડ પર આવેલ ટીંબી ગામ પાસે સોંદરડા ગામના પાટીયા પાસે અકસ્માતમાં ગરાળ ગામના યુવાનને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળેજ મોત નિપજેલ હતું. ગરાળ ગામે રહેતા અને મજુરી કામ કરતા દિનેશભાઇ સોમાભાઇ બાંભણીયા ઉ.વ.૪૨ નું ઊના ભાવનગર હાઇવે પર આવેલ ટીંબી ગામ પાસે સોંદરડા ગામના પાટીયા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલોહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. તેમને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. આ અકસ્માતમાં વાહન રીક્ષા હોવાનું જાણવા મળેલ છે.


