સાગર નિર્મળ
જૂનાગઢ
જંગલના રાજાની આંખની સર્જરી સફળ બની.
જૂનાગઢમાં માણસને જ આંખમાં મોતીયો આવે તો લેન્સ મૂકવામાં આવે તે વાત સાંભળી હશે પરંતુ પ્રાણીઓ અને તેમાં પણ સિંહની આંખની પણ સર્જરી કરી લેન્સ મૂકતા હોવાની પ્રથમ વખત ઘટના બની છે અને તેમાં પણ સફળતા મળતાં જંગલના રાજા એવા સિંહને દ્રષ્ટિ પરત મળી હોવાની વિગતો જાણવા મળેલ છે.
ગીરપશ્ચિમ વિસ્તારમાં રહેલા સિંહને વનવિભાગના કર્મીઓ દ્વારા તેની હલનચલન પર નીરક્ષણ કરતા સમયે સિંહને જોવામાં તકલીફ પડતી હોય તેવું જણાય આવ્યું હતું. આ બાબતની ગંભીરતા લેતા બચાવકાર્ય હાથ ધરી સિંહને જમાવડા રેસ્ક્યું સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો અને વેટનરી ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે સિંહની બન્ને આંખમાં મોતિયો હોવાની અને 10 ટકા જ દ્રષ્ટિ હોવાની વિગતો મળી હતી. સિંહને તાત્કાલિક જૂનાગઢ સકકરબાગ પ્રાણીસંગ્રાલયમાં આંખની વધુ સારવાર અને સર્જરી માટે ખસેડવામાં આવ્યો હતો. અલગ અલગ સાઈઝના લેન્સનું માપ લેવામાં આવતું હોય છે પરંતુ દરેક સમયે બરાબર જ માપ આવે તેવું શક્ય પણ નથી હોતું ત્યારે મૃત થયેલ સિંહની આંખો દ્વારા લેન્સનુ માપ લેવામાં આવ્યું અને માણસની આંખ માટે લેન્સ બનાવતી કંપનીઓ સંપર્ક કરી સિંહની આખ માટેનો લેન્સ બનાવવામાં આવ્યો હતો. સકકરબાગ પ્રાણીસંગ્રાલયમમાં ત્રણ વેટરનરી ડોકટર અને ડો. જાવિયાની મદદથી સિંહના આંખમાં લેન્સ મૂકવાની સર્જરી કરવા આવી હતી અને 10 દિવસ નિરીક્ષણ કરતા સફળતાના ભાગ રૂપે જમણી આંખમાં કરેલ સર્જરી સફળ થયેલ અને સિંહને દ્રષ્ટિ મળી હોવાની વિગતો મળી હતી આ સફળતા બાદ સિંહની ડાબી આંખમાં પણ સર્જરી કરી 10 દિવસ નિરીક્ષણ કરતા ડાબી આંખમાં પણ સફળતા મળી હતી અને આ રીતે બન્ને આંખમાં દ્રષ્ટિ મળતા જૂનાગઢ સકકરબાગ ખાતે સૌ પ્રથમ સિંહની આંખમાં લેન્સ મૂકવાની સફળ સર્જરી કરવામાં આવી હોવાનું ડો. આર.એફ. કડીવાર દ્વારા જણાવવામાં આવેલ.


